એરપોર્ટ પર દાણચોરીની નવી પેર્ટનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, 2.2 કરોડની હીરા જપ્ત

મુંબઈ: એરપોર્ટ પર દાણચોરી કરવા માટે લોકો અનેક અખતરા કરતાં હોય છે. તાજેતરમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર દાણચોરી કરતાં એક વ્યક્તિને પકડવામાં કસ્ટમ વિભાગને સફળતા મળી છે. કસ્ટમ વિભાગે 4.44 કરોડનું સોનું અને 2.2 કરોડની કિંમતના હીરા જુદા જુદા આરોપીઓ પાસેથી જપ્ત કર્યા હતા.
એક આરોપીએ નુડલ્સના પેકેટમાં હીરા છુપાવ્યા હતા તો બીજા આરોપીઓએ કપડાંમાં સોનું છુપાવ્યું હતું આ સાથે એક આરોપીએ બેગમાં રાખેલા અને પહેરેલા અંડરગારમેન્ટમાં પણ સોનું છુપાવ્યું હતું, જેને હવે કસ્ટમ વિભાગે પકડી પાડ્યું છે.
મુંબઈથી બેંગકોક જઈ રહેલા એક વ્યક્તિએ નુડલ્સના પેકેટમાં 254.71 કેરેટના નેચરલ હીરા અને લેબમાં નિર્માણ કરવામાં આવેલા 977.98 કેરેટના હીરા જેની કિંમત 2.2 કરોડ હતી તેને છુપાવીને રાખ્યા હતા. હીરા મળી આવતા આ વ્યક્તિની તરત જ ધરપકડ કરવામાં આવી હતી અને તે બાદ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર ચાર દિવસમાં રૂ. 6.03 કરોડનું સોનું પકડાયું
મળેલી માહિતી મુજબ કસ્ટમ્સ વિભાગે દાણચોરી કરતાં કુલ ચાર લોકોની ધરપકડ કરી હતી. કોલંબોથી મુંબઈ આવતા એક વિદેશી મહિલાને રોકવામાં આવી અને તેની તપાસ કરતાં તેણે અંડરગાર્મેન્ટમાં 24 કેરેટની સોનાની ઈંટ અને એક ટુકડો છુપાવીને રાખ્યો હતો અને આ સોનાનું વજન લગભગ 321 ગ્રામ હતું, એવી માહિતી અધિકારીએ આપી હતી.
આ પણ વાંચો: Dubai Floods: દુબઈમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ, એરપોર્ટ, મોલ, મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાયા
દુબઈથી બે, આબુ ધાબીથી બે, બહરીન એક, દોહા એક, રિયાદ એક, મસ્કટથી એક, બેન્ગકોકથી એક અને સિંગાપુરથી એક આમ કુલ 10 લોકોની મુંબઈ એરપોર્ટ પર તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ત્રણ લોકોના બેગ અને શરીરની અંદર છુપાવીને 6.199 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતી. આ સોનાની કિંમટ 4.40 કરોડ હતી. આ મામલે ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.