આમચી મુંબઈ

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીની થશે ‘કાયાપલટ’, આ તારીખથી સર્વે શરુ

મુંબઈ: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીના રિ-ડેવલપમેન્ટ (પુનઃવસન) માટે નાગરિકોની પાત્રતા નક્કી કરવાનો સર્વે 18 માર્ચથી શરૂ થવાનું છે. ધારાવીમાં રહેતા નાગરિકોની પાત્રતાનો ડેટા કલેકટ કરવાની સાથે ધારવી ઝૂંપડપટ્ટી (Dharavi Redevelopment) વિસ્તારમાં બિલ્ડિંગ નિર્માણ કરવાની સરકારની યોજના છે, જેથી સર્વેનું કામકાજ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ધારાવીમાં રહેવાસીઓમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનું નિર્માણ થાય નહીં તેના માટે ડિજિટલ પદ્ધતિથી સર્વે પ્રક્રિયા પાર પાડવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ધારાવી રિ-ડેવલપમેન્ટ પ્રોજેકટ પ્રાઈવેટ લિમિટેડ (DRPPL) હેઠળ ડિજિટલ પદ્ધતિથી સર્વે કરવા માટે એક વિશેષ ઍપ ડેવલપ કરવામાં આવ્યો છે. ડીઆરપીપીએલ હેઠળ સર્વે કરવા માટે એક સર્વે ટીમને મોકલવામાં આવશે. આ ટીમ ધારાવીના નાગરિકો પાસેથી કોઈ પણ દસ્તાવેજો લેશે નથી માત્ર દસ્તાવેજોને સ્કેન કરીને એપ્લિકેશન પર અપલોડ કરીને નાગરિકોને એક યુનિક નંબર આપશે. ધારાવીના આખા વિસ્તારનું સર્વે કરીને સરકારને રિપોર્ટ આપ્યા બાદ નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ દરેક રિપોર્ટની તપાસ કરશે.


સર્વે દરમિયાન ડિજિટર ધારાવી નિર્માણ કરવાની પણ સરકાર યોજના બનાવી રહ્યું છે, જેમાં ધારાવીની દરેક ઘર, ગલી અને રસ્તાઓનું ડિજિટલ મેપિંગ કરી એક પ્લાન તૈયાર કરવામાં આવશે. ધારાવી ઝૂંપડપટ્ટીમાં આવેલા રમણનગરથી સર્વેની શરૂઆત કરવામાં આવશે અને આ સર્વે જુલાઇ અથવા ઑગસ્ટ સુધી પૂર્ણ કરવાનો કંપનીએ લક્ષ્યાંક રાખ્યો છે.


600 એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલા ધારવીમાં અંદાજે ચારથી પાંચ કરોડ જેટલા કુટુંબ રહે છે, જેને લીધે ડિજિટલ રીતે સર્વે કરી દરેક કુટુંબને 350 સ્ક્વેર ફૂટનું ઘર ઉપલબ્ધ કરવવાની યોજના DRPPL હેઠળ બનાવવામાં આવી છે.
આ સર્વે કર્યા બાદ અપાત્ર નાગરિકો પણ ઓછી કિંમતમાં ભાડાં પર ઘર ઉપલબ્ધ કરવવામાં આવશે અને તેમની માટે મુંબઈ પાલિકા દ્વારા મુલુંડ નજીક 46 એકરની જમીન અને ચેક નાકા નજીક 18 એકરની જમીન DRPPLને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ધારવીના રી-ડેવલપમેન્ટ માટે કરવામાં આવતા સર્વે દરમિયાન કોઈપણ વિરોધ ન થાય તે માટે પોલીસ દળ પણ સર્વે ટીમ સાથે રહેશે. આ સર્વે ટીમની સાથે મહિલા, પુરુષ પોલીસ સાથે એક ખાનગી સુરક્ષા ગાર્ડ પણ રહેશે, જેથી સર્વે દરમિયાન કોઈ અડચણ ન નિર્માણ થાય.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker