આમચી મુંબઈ

ધારાવી બચાવો આંદોલનના રાજનીતિકરણને કારણે શતાબ્દીનગરના લોકોને વધુ એક ચોમાસું હાલાકી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધારાવીમાં આવેલા શતાબ્દીનગર (જે-સેક્ટર)ના પાત્ર રહેવાસીઓ માટે ધારાવી સેક્ટર-5 માં તૈયાર ઈમારતોમાં ઘર તૈયાર છે, પરંતુ ધારાવી બચાવો આંદોલન (ડીબીએ) દ્વારા થઈ રહેલા રાજકારણને કારણે તેમને વધુ એક ચોમાસું હાલાકીઓ ભોગવવી પડશે. મ્હાડાની રેડી પઝેશનની ઈમારતોમાં તેમની પુન:સ્થાપનાથી આ રહેવાસીઓ વંચિત રહી જશે.

એસઆરએ યોજનાની કાર્યપદ્ધતિ મુજબ અપાત્ર રહેવાસી અંગે સેક્ટર-5ના વિવિધ વિસ્તારોમાં ડીઆરપી દ્વારા સર્વેની કામગીરી મંગળવારે ચાલી રહી હતી. હવે મહારાષ્ટ્ર સરકારની રેન્ટલ હાઉસિંગ નીતિઓ મુજબ ઘર મેળવનાર ઝૂંપડાવાસીઓને આવરી લેવા માટે ધારાવીમાં અન્ય સ્થળોએ સર્વેનું કામ ચાલી રહ્યું છે, ત્યારે ડીબીએના નેતાઓએ સેકટર-5 માં કોઇપણ કારણ વગર પ્રક્રિયા અટકાવી દીધી હતી.

આ પણ વાંચો : ધારાવીમાં ઈન્ડસ્ટ્રિયલ કમ્પાઉન્ડમાં લાગેલી આગમાં છ જણ દાઝ્યા

મહારાષ્ટ્ર સરકારનો ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (ડીઆરપી) શતાબ્દીનગરના પાત્ર રહેવાસીઓને મ્હાડાની ચાર ઇમારતોમાં પુન:સ્થાપિત કરવાની યોજના ધરાવે છે જે રેડી પઝેશન છે. એકવાર અપાત્રતા અંગેનું સર્વેક્ષણ પૂર્ણ થયા બાદ અન્ય લોકોને પણ નવધારાવીમાં મકાનો મેળવવાની મંજૂરી મળશે.જ્યાં સુધી સર્વેક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી ડીઆરપી પાત્રતા અને અપાત્રતા વિશે નિર્ણય લઈ શકતી નથી, તેથી શતાબ્દીનગરના રહેવાસીઓએ વર્તમાન પડકારો અને બગડતી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. સ્થાનિકો સર્વેક્ષણ પ્રક્રિયાને ટેકો આપી રહ્યા છે પરંતુ ડીબીએના નેતાઓ તેમના પોતાના રાજકીય હિતો માટે સર્વે પ્રક્રિયામાં અવરોધ લાવી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button