આમચી મુંબઈ

ધનંજય અને પંકજાએ આવી જ રીતે સાથે રહેવું: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ધનંજય મુંડે અને પંકજા મુંડેએ આવી જ રીતે એક સાથે રહેવું તેમની પાછળ અમે ત્રણેય રહીશું એવું નિવેદન નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે બીડમાં કર્યું હતું. બીડ જિલ્લાના પરલીમાં શાસન આપલ્યા દારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મુંડે ભાઈ-બહેન સાથે આવ્યા હતા અને તેથી બીડના રાજકારણમાં પણ બંને સાથે આવશે એવી ચર્ચા ચાલી રહી છે.

દેવેન્દ્ર ફડણવીસે આ કાર્યક્રમમાં સરકાર દ્વારા કરવામાં આવતા કાર્યક્રમોની માહિતી આપી હતી અને કહ્યું હતું કે સરકારના શાસન આપલ્યા દારી કાર્યક્રમથી લાખો લોકોને ફાયદો થયો છે. ધનંજય મુંડે અને પંકજા મુંડેએ આવી જ રહીતે સાથે રહેવું, એક જ સ્ટેજ પર રહેવું. અમારા ત્રણેયની તાકાત તમારી સાથે હશે. પછી પરલી જ નહીં, આખું બીડ આપણું જ હશે. પરલી અને બીડની સાથે આખા મહારાષ્ટ્રનું કલ્યાણ કરીશું, આ મંચ આવો જ રહેજો.

અહીં ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસ અને પંકજા વચ્ચે અણબનાવની ચર્ચા ચાલતી હોય છે તેની વચ્ચે મંગળવારે પંકજા મુંડે અને દેવેન્દ્ર ફડણવીસે એક જ હેલિકોપ્ટરમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથે પ્રવાસ કર્યો હતો. બંને વચ્ચે સંવાદ હોવાનું દેખાઈ રહ્યું હતું. આવી જ રીતે ધનંજય મુંડે અને પંકજા મુંડે વચ્ચે પણ સુસંવાદ હોવાનું ચિત્ર ઉભું થયું હતું. ગોપીનાથ મુંડેની સમાધિ પર બંને ભાઈ-બહેને સાથે મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

ફડણવીસે એમ પણ કહ્યું હતું કે મુખ્ય પ્રધાન વૈજનાથ દેવસ્થાન વિકાસ પ્લાન કેન્દ્રમાંથી મંજૂર કરાવી લાવવાના છે. ત્યારબાદ અમારા ત્રણેયનું એક જ લક્ષ્ય છે. મહારાષ્ટ્રનો વિકાસ.

ઉદ્ધવ ઠાકરેએ કરેલી ટીકાનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે તમને બાજુના ઘરમાં બેઠેલા લોકો પણ પુછતું નથી અને અમને પાડોશના રાજ્યમાં પ્રચાર માટે બોલાવવામાં આવે છે.

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ધનંજય મુંડેની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે એકનાથ શિંદેની સરકારમાં મુંડેએ અત્યાર સુધીમાં 75 મહત્ત્વના નિર્ણયો લીધા છે. આ નિર્ણયોનો ફાયદો ખેડૂતોને થઈ રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ધનંજય મુંડે ફક્ત મારા જ નજીકના નથી, દેવેન્દ્ર ફડણવીસના પણ નજીક છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button