દુકાળની સ્થિતિમાં કૃષિ પ્રધાન વિદેશ ચાલ્યા ગયા,ધનંજય મુંડેના વિદેશ પ્રવાસ પર કૉંગ્રેસનો નિશાનો

મુંબઈ: કૉંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન ધનંજય મુંડેના વિદેશ પ્રવાસ પર નિશાન સાધ્યું હતું. દુકાળગ્રસ્ત જાલનાની મુલાકાતે જતા પહેલા પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે મુંડેની ટીકા કરતા કહ્યું હતું કે રાજ્યમાં ખેડૂતો દુકાળથી ગ્રસિત છે ત્યારે મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન ધનંજય મુંડે વિદેશમાં છે.
આ પણ વાંચો : કોરોનાએ ચિંતા વધારી: રાજ્યના પ્રધાન ધનંજય મુંડે કોરોના પોઝિટિવ
મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વડેટ્ટીવારે કહ્યું હતું કે મરાઠવાડામાં 267 ખેડૂતોએ છેલ્લા ત્રણ મહિનામાં આત્મહત્યા કરી છે. કૃષિ પ્રધાને આ મહિને ખેડૂતો પાસે બિયારણ, પાક, ખાતર છે કે નહીં તેની સમીક્ષા કરવી જોઇએ, પરંતુ તે તો ખેડૂતોને દુકાળનો સામનો કરવા મૂકીને વિદેશ ચાલ્યા ગયા છે જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. દુકાળની સ્થિતિમાં તે આમ કઇ રીતે જઇ શકે? ચૂંટણીના કારણે આચારસંહિતા લાગુ છે એમ કહી સરકાર લોકો અને ખેડૂતોને ઉલ્લું બનાવી રહી છે ત્યારે બીજી બાજુ ચૂંટણી પંચ પાસેથી પરવાનગી લઇ તેમણે 25,000 કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પાડી લીધા છે, એમ કહીને વડેટ્ટીવારે સરકારની ટીકા કરી હતી.