આમચી મુંબઈ

ડીજીજીઆઇની તપાસમાં 1,196 કરોડ રૂપિયાના જીએસટી કૌભાંડનો પર્દાફાશ…

પુણે: ડિરક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ) દ્વારા બોગસ કંપનીઓના નેટવર્કનો પર્દાફાશ કરી 1,196 કરોડ રૂપિયાના ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)ના ફ્રોડ વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા હતા. આ પ્રકરણે ખાનગી કંપનીના ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

Also read : પોલીસે અપૂર્વા મખિજાનું નિવેદન નોંધ્યું…

ડીજીજીઆઇના પુણે યુનિટ દ્વારા પુણે, દિલ્હી, નોએડા અને મુઝફ્ફરનગરમાં અનેક સ્થળે સર્ચ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં એવું સામે આવ્યું હતું કે આરોપીએ કાગળ પર કંપનીઓ ઊભી કરીને બોગસ ઇન્વોઇસીસ અને ઇ-વે બિલો ઊપજાવી આ કૌભાંડ આચર્યું હતું.

આ ઇ-વે બિલો સાથે સંકળાયેલી કોઇ આરએફઆઇડી હેરફેર નહોતી, જે માલોનો વાસ્તવિક પુરવઠો કરાયો નહોતો એ વાતને સમર્થન આપે છે. આ ફ્રોડ નેટવર્ક થકી 1,196 કરોડ રૂપિયાના બોગસ આઇટીસી મેળવવામાં અને પસાર કરવામાં આવી હતી.

આ કેસમાં ધરપકડ કરાયેલો શખસ મુઝફ્ફરનગરમાં આવેલી ખાનગી કંપનીનો ડિરેક્ટર છે. તપાસ દરમિયાન એવું સામે આવ્યું હતું કે આ ટોળકી નવા જીએસટી રજિસ્ટ્રેશન પ્રાપ્ત કરવા અને ચોરી પકડાઇ ન જાય તે માટે સરનામાં, ઓળખ, ઇ-મેઇલ આઇડી અને ફોન નંબરોનો ડેટાબેઝ ફેરવતી રહેતી હતી.

આરોપીએ મુખ્યત્વે આર્થિક રીતે પછાત વર્ગના કર્મચારીઓની જાણ બહાર તેમની અંગત વિગતોનો આ માટે દુરુપયોગ કર્યો હતો. સર્ચ દરમિયાન મૂળ ઇન્વોઇસીસ, નાણાકીય નોંધ, કંપનીના સ્ટેમ્પ અને સીલ મળી આવ્યાં હતાં.

Also read : મુંબઈના રસ્તાઓના કૉંક્રીટીકરણની ડેડલાઈન ૩૧ મે

અત્યાર સુધીની તપાસમાં 20 બોગસ કંપનીઓ મળી આવી છે, જેની ખરેખર કોઇ વેપાર પ્રવૃત્તિ નહોતી. આ પ્રકરણે ઠગાઇ કરતી કંપની સાથે સંકળાયેલું એક બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે, તેની તપાસ ચાલી રહી છે. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button