આતંકવાદી હુમલાનો ભોગ બનેલી દેવિકા રોતાવનને અંતે મળ્યું પોતાનું ઘર | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

આતંકવાદી હુમલાનો ભોગ બનેલી દેવિકા રોતાવનને અંતે મળ્યું પોતાનું ઘર

મુંબઈ: 26/11 આતંકવાદી હુમલામાં બચી ગયેલી સૌથી નાની વયની દેવિકા રોતાવનને અંતે રહેવા ઘર મળ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ઘર ફાળવવામાં આવે એ માટે બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી એના પાંચ વર્ષ પછી આતંકવાદી હુમલામાં બચી ગયેલી સૌથી નાની વયની અને ફરિયાદી સાક્ષી દેવિકાને મ્હાડાનું ઘર ફાળવવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ તે રહેવા પણ જશે.

25 વર્ષની દેવિકા બાંદ્રાની ચેતના કોલેજમાં બી.એ.ના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની હતી ત્યારે તેણે હાઇ કોર્ટમાં અરજી કરી હતી. 2008ના નવેમ્બરમાં પાકિસ્તાનના 10 આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે તે માંડ 10 વર્ષની હતી અને સુનાવણી દરમિયાન મુખ્ય સાક્ષી હતી.

આ પણ વાંચો – સેંકડો રોકાણકારો સાથે 92 કરોડ રૂપિયાની છેતરપિંડી: ગુજરાતી વેપારીની ધરપકડ…

તેણે જણાવ્યું હતું કે ‘મારા પિતાએ કહેલી એક વાત મારા મગજમાં બરાબર ઉતરી ગઈ છે કે આપણે 100 લોકોને મળીએ તેમાંથી 99 લોકો ભલે ખરાબ હોય, પણ જો એક સુદ્ધાં વ્યક્તિ સારી હોય તો એને અનુસરવું. પિતાએ જ મને જુબાની આપવા માટે પ્રોત્સાહિત કરી હતી.’ દેવિકા હજી સુધી ફાળવવામાં આવેલા નવા ઘરમાં રહેવા નથી ગઈ પણ તેને માર્ચમાં ઘરની ચાવી મળી ગઈ હતી.

Back to top button