ફડણવીસના રાજીનામાની ઓફર પર BJPનો પ્લાન B,આ દિગ્ગજ નેતાની થશે પસંદગી
લોકસભા ચૂંટણી-2024માં ભાજપના ખરાબ પ્રદર્શનની અસર મહારાષ્ટ્રમાં દેખાવા લાગી છે. હવે માત્ર ચાર મહિના બાદ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગવા જઈ રહ્યું છે. છેલ્લા એક દાયકાથી રાજ્યમાં ભાજપનો ચહેરો બનેલા દિગ્ગજ નેતા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવાની ઓફર કરી છે. તેમણે કહ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રમાં ભાજપના ખરાબ પ્રદર્શનની જવાબદારી લે છે. મહારાષ્ટ્રમાં ભાજપ સહિત એનડીએનું પ્રદર્શન અપેક્ષા મુજબનું નથી. રાજ્યમાં લોકસભાની કુલ 48 બેઠકો છે.
આમાંથી ભાજપ માત્ર 9 બેઠકો જીતી શકી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 23 બેઠકો મળી હતી, જ્યારે પાર્ટીએ કુલ 25 બેઠકો પર ચૂંટણી લડી હતી. પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ મહારાષ્ટ્રના રાજકારણમાં હાલમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવની જવાબદારી સંભાળી રહેલા વિનોદ તાવડેને જવાબદારી સોંપી શકે છે.
લોકસભા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તેની બેઠકોની સંખ્યા 2014 અને 2019માં 23 થી ઘટીને નવ થઈ ગઈ છે. એટલે કે તે 2009ની સ્થિતિએ પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયનો મોટો મતદાર વર્ગ છે.
આ ચૂંટણીમાં ભાજપને મરાઠા આરક્ષણ આંદોલનને કારણે મરાઠા યુવાનોની નારાજગીનો સામનો કરવો પડ્યો છે. મરાઠા આરક્ષણ આંદોલનમાં અગ્રણી ભૂમિકા ભજવી રહેલા મનોજ જરાંગે પાટિલની ફડણવીસ પ્રત્યેની કડવાશ જાણીતી છે.
ઉપરાંત પાર્ટી તેના 40 વર્ષ જૂના માધવ (માલી, ધનગર, વણજારી) સમીકરણને પણ જાળવી શકી નથી. આ સમીકરણના મજબૂત આધારસ્તંભ ગણાતા પંકજા મુડેની પણ હાર થઇ છે. મુંડે જૂથના ઓબીસી નેતા એકનાથ ખડસે ભાજપ છોડીને એનસીપીમાં જોડાયા હતા. તેમના પાછા ફરવાની ચર્ચાચૂંટણી સમયે હતી, પણ ભાજપ આ સમીકરણ ઉકેલી શક્યું નહોતું અને તેમણે ઉદ્ધવ, શરદ પવાર અને કોંગ્રેસની ત્રિપુટીને સરળતાથી લડત આપવાની તક ગુમાવી દીધી હતી.
ઉપરાંત અન્ય મરાઠી ભાષી સમુદાયો પણ ફડણવીસ પર શિવસેના અને એનસીપી જેવા પ્રાદેશિક પક્ષોને તોડવાનો આરોપ લગાવવાથી નારાજ છે. આ તમામ કારણોએ લોકસભા ચૂંટણીમાં હારમાં મોટી ભૂમિકા ભજવી છે.
Also Read –