આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધીની કરી ટીકા, પહેલા જરા વાંચો તો ખરા…

મુંબઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) પહેલા દરેક પક્ષો ચૂંટણી પ્રચાર કરવાની સાથે વિરોધી પક્ષો પર ટીકા પણ કરી રહ્યા છે. હાલમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. ફડણવીસે કહ્યું હતું કે રાહુલ ગાંધી વાંચતા નથી તેમને બીજું જ લખીને આપવામાં આવે છે. લોકતંત્રને કોઈ પણ સમાપ્ત નથી કરી શકતું.

કૉંગેસને નેતા રાહુલ ગાંધીએ ભાજપના ચૂંટણી બ્રોશરમાંથી રોજગાર અને બેરોજગારી જેવા મુદ્દાઓ ગાયબ થતાં ભાજપ પર ટીકા કરી હતી. રાહુલ ગાંધીની ટીકા પર હવે ફડણવીસે જવાબ આપ્યો હતો. ફડણવીસે કહ્યું હતું કે આવા નિવેદન માટે રાહુલ ગાંધી પર આરોપ ન લગાવી શકાય કારણ કે તેઓ વાંચતાં જ નથી. અમારા બ્રોશરમાં શું છપાયું છે તે પણ તેમને ખબર નથી. જો રાહુલ ગાંધી આ વાંચતા હોત તો તેઓ તેનો જવાબ પણ આપી શક્યા હોત.


રાહુલ ગાંધી સાથે દેવેન્દ્ર ફડણવીસે પણ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે મલ્લિકાર્જુનને ભલામણ કરીએ છે કે તમે દેશની વાત છોડી દો, તમે કર્ણાટકના છો અને ત્યાં કૉંગ્રેસની સરકાર છે.


કર્ણાટકમાં કૉંગ્રેસની સરકાર છે તો પણ આપેલા એક પણ વચન પૂર્ણ કેમ કરતા નથી. તમારા લોકો કહે છે કે વચનો પાળવા માટે નથી હોતા. ભાજપના બ્રોશરમાં નોકરીની તક નિર્માણ કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે અને ખેતી ક્ષેત્રમાં થતાં વિકાસથી પણ રોજગારની તકો નિર્માણ થશે એ મોદીની ગેરંટીનું બ્રોશર છે.


કૉંગ્રેસ દ્વારા ભારતનું લોકતંત્ર અને બંધારણ સમાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહયો છે, એ દરેક બાબત ખોટી છે. ઇન્દિરા ગાંધીના સમયમાં તેમણે અનેક વિપક્ષના નેતાઓને બે વર્ષ સુધી જેલમાં પૂર્યા હતા. ઇન્દિરા ગાંધી પણ લોકતંત્રને સમાપ્ત નહીં કરી શક્યા અને ભારતના લોકતંત્રને કોઈ પણ સમાપ્ત નહીં કરી શકે, એવી ટીકા ફડણવીસે કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button