કોઇ પણ સમાજ ઘટક પર અન્યાન ન કરતાં મરાઠા અનામત આપીશું: દેવેન્દ્ર ફડણવીસ

નાગપુર: રાજ્યના મરાઠા સમાજને અનામત આપતી વખતે અન્ય સમાજ ઘટકો (ઓબીસી) પર અન્યાન નહીં થવા દઇએ, એવી બાંયધરી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે નાગપુરમાં આપી હતી. મરાઠા સમાજને અનામત આપતી વખતે ઓબીસી કોટામાંથી આપવાનો સરકારનો કોઇ હેતુ નથી. તેથઈ ઓબીસી સમાજે મનમાં કોઇ ગેરસમજણ ઊભી ન કરવી જોઇએ એમ પણ ફડણવીસે કહ્યું હતું. રાજ્યના કોઇ પણ સમાજ ઘટક પર અન્યાન ન કરતાં મરાઠા સમાજને અનામત આપીશું એ વાત તેમણે સ્પષ્ટ કરી હતી.
મરાઠા અનામતના મુદ્દે હાલમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. જાલના જિલ્લાના અંબડ તાલુકામાં મનોજ જરાંગે-પાટીલ ઉપવાસ આંદોલન પણ બેઠા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે મરાઠા અનામતના મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠક પહેલાં પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, એકનાથ શિંદેના નેતૃત્વની અમારી સરકાર કઇ પણ થઇ જાય પણ ઓબીસી પર અન્યાય નહીં થવા દે. ઓબીસી સમાજમાં જે ડર ફેલાયો છે કે એમનું અનામત ઓછું થશે , જોકે સરકારનો આવો કોઇ જ ઇરાદો નથી.
ઓબીસી સમાજે ગેરસમજણમાં રહેવું નહીં. બે સમાજ સામ સામે લડે એવો કોઇ પણ નિર્ણય રાજ્ય સરકાર ક્યારેય નહીં લે. કોઇ પણ સમાજના નેતાએ કોઇ પણ વિધાન કરતાં પહેલાં અન્ય સમાજને દુ:ખ ન પહોંચે તેવો વિચાર કરવો જોઇએ.
લોકશાહીમાં ઉપવાસ આંદોલન કરવું, માંગણીઓ કરવી એ તમામ વાતો માન્ય છે. આ લોકશાહીની રીત છે. પણ આવા પ્રશ્નો હલ કરવા કયો રસ્તો શોધવો એના પર વિચાર કરવો રહ્યો. સરકારને કાયદાનો, સર્વોચ્ચ ન્યાયાલયનો વિચાર કરવો પડે છે. અમે આરક્ષણ આપી પણ દઇએ પણ છતાં તે કાયદામાં પણ બેસવું જોઇએ. નહીં તો પછી અમે કોઇ નિર્ણય લઇ લઇએ એના પર સમાજ કહેશે કે અમારી સાથે છેતરપીંડી થઇ છે. મરાઠા અનામત આપવાના અમારો પ્રયાસો ચાલી રહ્યાં છે. મને વિશ્વાસ છે કે જો સૌ કોઇ સકારાત્મક વિચાર કરશે તો એમા સમાજનું ભલું થશે. એમ ફડણવીસે જણાવ્યું હતું.