આમચી મુંબઈમહારાષ્ટ્ર

જો હું મારી સરખામણી 2014 ના દેવેન્દ્ર ફડણવીસ સાથે કરું તો…: મુખ્ય પ્રધાને કરી ‘મન કી બાત’!

મુંબઈ: ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. 2014માં પ્રથમ વખત રાજ્યનું મુખ્ય પ્રધાનપદ સંભાળનારા ફડણવીસે તેમના બીજા શપથ ગ્રહણના થોડા કલાકો પછી 2019 માં તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. જે બાદ 2022માં સરકાર આવ્યા બાદ પણ તેમને નાયબ મુખ્ય પ્રધાનપદ પર જ સમાધાન કરવું પડ્યું હતું, પરંતુ હવે ભાજપની ઐતિહાસિક સફળતા બાદ ફડણવીસે ફરી એકવખત મુખ્ય પ્રધાનપદ સંભાળ્યું છે. આ રાજકીય ઉતર-ચઢ વિશે બોલતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તેઓ છેલ્લા 10 વર્ષના અનુભવોથી વધુ ગહન બન્યા છે.

આ પણ વાંચો : ડૉ. આંબેડકરના અનુયાયીઓ માટે ન્હાવા-રહેવા-સૂવાની કરાયેલી વ્યવસ્થા…

એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ‘છેલ્લા 10 વર્ષની સફર એક ચઢ-ઉતરની રહી છે. ભાજપમાં અમને એક વાત શીખવવામાં આવે છે, જ્યારે અમે ચૂંટણી જીતીએ છીએ, તે ટીમ વર્ક છે અને જ્યારે અમે હારીએ ત્યારે, તે એક પાઠ છે જે મને વર્ષોથી શીખવવામાં આવ્યું છે અને જો હું મારી જાતને 2014 ના દેવેન્દ્ર ફડણવીસ સાથે સરખાવીશ, તો હું આજે મારી જાતને વધુ ગહન માનું છું કારણ કે આપણે વિવિધ અનુભવો અને કેટલાક આઘાત દ્વારા વાસ્તવિકતાનો અહેસાસ કરીએ છીએ. ફડણવીસે છેલ્લા એક દાયકાની રાજકીય સફર પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું હતું કે, આપણી ક્ષમતા વધે છે, આપણી આધ્યાત્મિક શક્તિ વધે છે, આપણે પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે પણ શીખી લઈએ છીએ.

વિધાનસભા ચૂંટણીમાં જીતનું કારણ શું?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળી છે. ભાજપે રાજ્યની રાજનીતિના ઈતિહાસમાં અત્યાર સુધીના તેના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાં 132 બેઠકો જીતી છે. આ સફળતા વિશે બોલતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘અમારી જીતમાં હિંદુત્વે ચોક્કસપણે મોટી ભૂમિકા ભજવી છે. લોકોએ મહાવિકાસ અઘાડીની તુષ્ટિકરણની રાજનીતિને જવાબ આપ્યો છે. હિંદુ સમાજ જાતિ ભૂલીને અમને મત આપે છે, પરંતુ તેની સાથે અમારી દ્વારા અમલમાં મૂકાયેલી યોજનાઓ સરકારે અમારા વિશે પ્રો-ઇન્કમ્બન્સી ઊભી કરી અને તેના કારણે અમને સફળતા મળી, એમ ફડણવીસે કહ્યું હતું.

આ પણ વાંચો : અમૃતા ફડણવીસની શાયરાના અંદાજવાળી પોસ્ટ વાયરલઃ પોતાને મહારાષ્ટ્રની ભાભી કહી

આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે એમ પણ કહ્યું હતું કે અમે આગામી વર્ષોમાં કૃષિ અને નદી જોડાણ પ્રોજેક્ટ માટે પાણી આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button