Maharashtra Result: CM શિંદેને ધારાસભ્યો તૂટવાનો ડર? લીધો આ મોટો ફેંસલો…
Maharashtra Election Results 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો મહાયુતિ ગઠબંધનના પક્ષમાં આવ્યા છે. આ દરમિયાન સીએમ એકનાથ શિંદને તેમના ધારાસભ્યો તૂટવાનો ડર સતાવી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખી શિવસેનાએ મોટો ફેંસલો લીધો છે. જાણકારી મુજબ, શિંદે જૂથની શિવસેનાના તમામ ધારાસભ્યો બાંદ્રાની તાજ લેન્ડ્સ એન્ડ હોટલમાં રોકાશે. શપથ સમારોહ સુધી તમામ ધારાસભ્યોને હોટલમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. હોટલમાં જ પાર્ટીના નેતા ચૂંટવાની પ્રક્રિયા પણ થશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં સુશાસનની જીત અને વિભાજનકારી તાકાતોની હાર થઈઃ પીએમ મોદી…
સીએમ એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. શિવસેના અત્યાર સુધીમાં 54 વિધાનસભા સીટ જીતી છે અને 3 પર આગળ છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કોપરી-પચપાખડી વિધાનસભા સીટથી 1.2 લાખ મતથી જીત હાંસલ કરી છે.
એકનાથ શિંદેએ કેદાર દિઘેને આપી હાર
થાણેમાં એકનાથ શિંદેનો ઘણો પ્રભાવ છે. શિવસેના પ્રમુખને કુલ 1 લાખ 59 હજાર 60 વોટ મળ્યા હતા, જે કુલ પડેલા વોટના 78.4 ટકા છે. શિંદેના સૌથી નજીકના હરીફ શિવસેના (યુબીટી) ઉમેદવાર કેદાર દિધેને માત્ર 38,343 વોટ મળ્યા હતા. કેદાર દિધે શિંદેના રાજકીય ગુરુ દિવંગત આનંદ દિધેના ભત્રીજા છે.
2019ની વિધાનસભા ચૂંટણીમાં એકનાથ શિંદેએ કોંગ્રેસના ઉમેદવાર સંજય ઘડીગાંવકરને 89,000થી વધુ મતોથી હરાવ્યા હતા. શિંદેએ 2022માં તત્કાલિન શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બળવો કર્યો હતો. આ પછી, બાલ ઠાકરેની સ્થાપિત પાર્ટીમાં ભાગલા પડી ગયા. શિંદે પોતાનો રસ્તો બદલીને ભાજપમાં જોડાયા અને રાજ્યના મુખ્યમંત્રી બન્યા. શિવસેનામાં આ વિભાજન પછી, શિંદે જૂથને પાર્ટીનું નામ અને તેનું ચૂંટણી પ્રતીક ‘ધનુષ-બાણ ‘ મળ્યું.
આ પણ વાંચો : જનતાએ જવાબ આપ્યો અસલી શિવસેના-એનસીપી કોની છે: શિંદે-અજિત પવાર…
આ ચૂંટણીમાં એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાએ 81 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. પાર્ટીને 57 બેઠકો પર અદભૂત સફળતા મળી. મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો પર 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું.