આમચી મુંબઈ

જયકુમાર ગોરને બદનામ કરવાનું કાવતરું, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સુપ્રિયા સુળે, રોહિત પવાર પર ગંભીર આરોપ લગાવ્યા, કોલ રેકોર્ડ હાથમાં આવ્યા…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે વિધાનસભામાં એવો ગંભીર આરોપ લગાવ્યો હતો કે રાજ્યના પ્રધાન જયકુમાર ગોરેની બદનામી પાછળ એનસીપી (એસપી)ના નેતાઓનો હાથ છે. ફડણવીસે સીધા સુપ્રિયા સુળે, રોહિત પવાર અને પ્રભાકર દેશમુખ જેવા એનસીપી (એસપી)ના નેતાઓનું નામ લીધા હતા. તેમણે કહ્યું હતું કે તે ત્રણેય આરોપીઓના સતત સંપર્કમાં છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ કેસમાં તમામ આરોપીઓના કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવશે.

જયકુમાર ગોરે પર આરોપ લગાવનાર મહિલાની પોલીસે થોડા દિવસો પહેલા ખંડણીના કેસમાં ધરપકડ કરી હતી. આ મહિલાની સાથે પોલીસે અન્ય બે લોકોની પણ ધરપકડ કરી હતી. ફડણવીસે કહ્યું હતું કે, એનસીપી (એસપી)ના નેતાઓ જયકુમાર ગોરેને બદનામ કરવામાં સામેલ હતા. સુપ્રિયા સુળે, રોહિત પવાર અને પ્રભાકર દેશમુખનું નામ લઈને તેમણે કહ્યું હતું કે જયકુમાર ગોરેને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ફડણવીસે કહ્યું હતું કે તમામ આરોપીઓ વિરુદ્ધ પુરાવા મળી આવ્યા છે. આરોપીઓના કોલ રેકોર્ડ અને વોટ્સએપ વાતચીત પણ મળી આવી છે.

ફડણવીસે કહ્યું હતું કે ગોરેને બદનામ કરવાનું કાવતરું કેવી રીતે ઘડવામાં આવ્યું હતું તે દર્શાવતા પુરાવા પણ મળી આવ્યા છે. આરોપી મહિલાની સાથે, યુટ્યુબર્સ તુષાર ખરાટ અને અનિલ સુભેદારની પણ ધરપકડ કરવામાં આવી હતી.
મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, આ કેસની દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે, શરદ પવારની એનસીપીના નેતા સુપ્રિયા સુળે અને ગૃહના સભ્ય રોહિત પવારના ફોન તુષાર ખરાટને ગયા છે. ફડણવીસે એમ પણ કહ્યું હતું કે, ખંડણી અંગે બનાવેલા વીડિયો પણ બંનેને મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : કુનાલ કામરાએ જણાવ્યું કે શા માટે તેણે શિંદે પર કરી કોમેન્ટ: ફડણવીસ-ઉદ્ધવે આપ્યું નિવેદન…

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ ગંભીર આરોપ લગાવ્યા હતા કે, સુપ્રિયા સુળે અને રોહિત પવાર ત્રણેય ધરપકડ કરાયેલા આરોપીઓના સંપર્કમાં હતા. એક મહિલાએ રાજ્યના ગ્રામીણ વિકાસ પ્રધાન અને ભાજપ નેતા જયકુમાર ગોરે પર તેના નગ્ન ફોટા મોકલવાનો આરોપ લગાવ્યો હતો. 2016માં દાખલ થયેલા આ કેસમાં કોર્ટે 2019માં ગોરેને નિર્દોષ જાહેર પણ કર્યો હતો. પરંતુ પુણેમાં સ્વારગેટ અત્યાચાર કેસ પછી, વિપક્ષે ગોરેનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button