આમચી મુંબઈટોપ ન્યૂઝ

નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસને નાગપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે આપી મોટી રાહત…

નાગપુરઃ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ચૂંટણીના સોગંદનામામાં ગુનાની માહિતી છુપાવવા પ્રકરણે નાગપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાહત આપી છે. કોર્ટે ફડણવીસને દોષમુક્ત જાહેર કરતાં કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ સામે જે પ્રકરણની માહિતી છુપાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો તે ખાનગી હતી અને એનો ચૂંટણીના પરિણામ પર કોઈ પરિણામ થશે એવું લાગતું નથી. અરજી કરનાર સતિષ ઉકે પણ જેલમાંથી ઓનલાઈન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણીમાં હાજર રહ્યા હતા.

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર ચૂંટણી માટે રજૂ કરેલાં સોગંદનામામાં માહિતી છુપાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. એડ. સતીષ ઉકેએ આ આક્ષેપ કર્યો હતો. તમામ દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખી મૂક્યો હતો અને આખરે આજે આ પ્રકરણે ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં નાયબ મુખ્ય દેવેન્દ્ર ફડણવીસને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા હતા.


2014મા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારીની અરજી સાથે રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં દેવેન્દ્ર ફડણવીસે તેમની સામે દાખલ કરવામાં આવેલા બે ગુનાની માહિતી છુપાવી હોવાનો આક્ષેપ. એડ. સતીષ ઉકેએ પોતાની અરજીમાં કર્યો હતો અને તેમણે દેવેન્દ્ર ફડણવીસ સામે ગુનો દાખલ કરવામાં આવે એવી માગણી પણ કરી હતી. જ્યારે ફડણવીસના વકીલે શરતચૂકથી આ માહિતીનો ઉલ્લેખ સોગંદનામામાં કરવાનું રહી ગયું હતું એવો દાવો કર્યો હતો.


કોર્ટે આ પ્રકરણે ચુકાદો આપતા જણાવ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જે ગુનાની માહિતી છુપાવી હતી તે ખાનગી પ્રકરણના હતા. જેનો ચૂંટણી પર કોઈ પણ પ્રકારની અસર જોવા મળશે એવુ લાગતું નથી. પરિણામે તેમને દોષમુક્ત જાહેર કરવામાં આવે છે.


અરજી કરનારા એડ. સતીષ ઉકે પણ સુનાવણી દરમિયાન હાજર રહ્યા હતા. ઓનલાઈન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તેમણે જેલમાંથી સુનાવણીમાં હાજરી આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button