ડેવલપરો પાસેથી હવેથી ૧૮ ટકા નહીં ૧૨ ટકા વ્યાજ વસૂલાશે ત્રણ નવી ચેમ્બરો ઊભી કરાઇ
હપ્તા મોડા ભરાતા હોવાને કારણે લેવાયો નવો નિર્ણય
મહારાષ્ટ્ર સરકારે મ્હાડાને પ્લાનિંગ ઓથોરિટીનો દરજ્જો આપ્યો છે અને મ્હાડાને મુંબઈ ક્ષેત્રમાં ૧૧૪ એકર જમીન અને પ્લાનિંગ ઓથોરિટીનો અધિકાર મ્હાડાને આપ્યો છે. મ્હાડાની જૂની કોલોનીમાં બિલ્ડિંગોના પુનર્વિકાસ પ્રસ્તાવોને પ્રોત્સાહન આપવા માટે વડા પ્રધાન આવાસ યોજના હેઠળ લેઆઉટ એપ્રુવલ ચેમ્બર, ગ્રેટર મુંબઈ એરિયા માટે બિલ્ડિંગ પરમિટ ચેમ્બર અને બિલ્ડિંગ પ્રપોઝલ પરમિટના કામ માટે મ્હાડા મુખ્યાલયમાં ત્રણ અલગ અલગ ચેમ્બર ઊભી કરવામાં આવી છે.
મુંબઈ: મ્હાડાના પુનર્વિકાસ પ્રોજેક્ટ્સોમાં બિલ્ડિંગ મંજૂરીના સંબંધે ચૂકવવામાં આવનારા વિવિધ પ્રીમિયમો માટેનાં ઈન્સ્ટોલમેન્ટ્સ (હપ્તાઓ)માં મોડું થતા ચુકવણી પર દંડાત્મક વ્યાજને હાલના ૧૮ ટકા વ્યાજથી ઓછું કરીને ૧૨ ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એવું મ્હાડાના ઉપાધ્યક્ષ અને સીઈઓ સંજીવ જયસ્વાલે
જણાવ્યું હતું.
મ્હાડા દ્વારા ડેવલપર્સ પાસેથી અલગ અલગ ફી વસૂલવામાં આવતી હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રોપર્ટી એક્સ્પો પ્રદર્શનમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે કશું બોલવાનું મુનાસિબ માન્યું નહોતું.
જોકે તેમણે એ સમયે અધિકારીઓને સમીક્ષા કરવા જણાવ્યું હતું. પુનર્વિકાસ પ્રોજેક્ટ્સ માટે ડેવલપરો પાસેથી વિવિધ પ્રકારની ફી વસૂલવા માટે ઈન્સ્ટોલમેન્ટ્સની સુવિધાનો લાભ ઉઠાવનારા ડેવલપરોને ઈન્સ્ટોલમેન્ટ્સની ચુકવણીમાં મોડું થવાના મામલે લગાવવામાં આવતા ૧૮ ટકા વ્યાજને ઓછું કરીને ૧૨ ટકા કરવાનો નિર્ણય લેવમાં આવ્યો છે.