આમચી મુંબઈ

મુંબઈમાં હવાની ગુણવત્તા કથળી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં બે-ત્રણ દિવસથી ફરી એક વખત વાતાવરણમાં પ્રદૂષણના સ્તરમાં વધારો જણાઈ રહ્યો છે. શુક્રવારે દિવસ દરમિયાન મુંબઈનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૩૩ નોંધાયો હતો. અંધેરી અને બ્રાંદ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સમાં માં હવાની ગુણવત્તા વધુ નબળી રહી હતી. અંધેરીમાં એક્યુઆઈ ૩૦૨ જેટલો ઊંચો નોંધાયો હતો.


મુંબઈમાં વધતી ભીડ, વાહનોની દરરોજ વધતી સંખ્યા, શહેરમાં મહત્ત્વના ઠેકાણે ચાલી રહેલા બાંધકામને કારણે પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. વહેલી સવારના અને મોડી રાતે વિઝિબિલીટી પણ ઓછી થઈ જતી હોય છે. અનેક નાગરિકોને શ્વાસોશ્વાસની બીમારી પણ થઈ રહી છે. મુંબઈના અમુક ભાગમાં હાલ હવાની ગુણવત્તા સુધરી હોવા છતાં અનેક વિસ્તારોમાં હવા પ્રદૂષિત જ જણાઈ રહી છે.


શુક્રવારે મુંબઈમાં ફરી એક વાર હવાની ગુણવત્તાને અસર જણાઈ હતી. પ્રદૂષણનું પ્રમાણ વધી જતા સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ પણ ૧૩૩ નોંધાયો હતો. અંધેરીમાં મુંબઈમાં સૌથી વધુ માત્રામાં પ્રદૂષણનું સ્તર રહ્યું હતું. દિવસ દરમિયાન અંધેરીમાં એક્યુઆઈ ૩૦૨ રહ્યો હતો. તો બીકેસીમાં એક્યુઆઈ ૨૦૨ રહ્યો હતો. કોલાબામાં ૧૨૧, મઝગાંવમાં ૧૨૫, ભાંડુપમાં ૧૦૫, મલાડમાં ૧૩૪ રહ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button