આમચી મુંબઈ

પરવાનગી હોવા છતાં મુંબઈ પોલીસે માહિમનો મેળો બંધ કરાવ્યો

વિક્રેતાઓ, મનોરંજન રાઈડના માલિકોએ નારાજગી વ્યક્ત કરી

મુંબઈ: દર વર્ષે માહિમમાં યોજાતો વાર્ષિક મેળો મુંબઈમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. પણ આ વખતે તેમાં વિવાદ ઊભો થયો છે. રેતી બંદરમાં માહિમ મેળામાં સ્ટોલ અને મનોરંજન રાઈડ્સના માલિકોએ દાવો કર્યો છે કે મુંબઈ પોલીસે રવિવાર સુધી ચલાવવાની પરવાનગી આપવા છતાં એક દિવસ વહેલો મેળો બંધ કરાવ્યો હતો. મુંબઈ પોલીસની થિયેટર શાખા દ્વારા રેતી બંદર વિસ્તારમાં માહિમનો પ્રસિદ્ધ વાર્ષિક મેળો ૨૭ ડિસેમ્બર, ૨૦૨૩ થી ૭ જાન્યુઆરી સુધી સવારે ૧૦ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી યોજવાની પરવાનગી આપવામાં આવી હતી. મખદૂમ શાહ બાબાના ઉર્સ દરમિયાન મેળામાં લાખો લોકો આવે છે, અને સ્ટોલ અને મનોરંજન રાઈડ્સના માલિકો દાવો કરે છે કે શનિવારે પોલીસની કાર્યવાહીને કારણે તેમને ૧૫ લાખ રૂપિયા સુધીનું નુકસાન થયું છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, કાગળ પર ૭ જાન્યુઆરી સુધીની પરવાનગી, ભૂલથી આપવામાં આવી હતી. શુક્રવારે માહિમ ઉર્સની પૂર્ણાહુતિ થતાં મેળાની પ્રવૃત્તિઓ શનિવારે બંધ કરવી પડી હતી. અમે રેતી બંદર ખાતે સ્ટોલ અને મનોરંજનની રાઈડ ચલાવવાની પરવાનગી આપી શકતા નથી. જોકે સ્ટોલ અને રાઇડ્સના માલિકોને પોલીસની આ સ્પષ્ટતા ગળે ઊતરી નથી અને તેમણે તેમની નારાજગી વ્યક્ત કરી છે, કારણ કે તેમને મોટું નુકસાન થયું છે. તેમને હિસાબે આ પરવાનગી આપ્યા પછી “હેરાન કરવાની રીત છે અને પોલીસની કાર્યવાહી
પક્ષપાતી છે. (પીટીઆઈ )

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button