આમચી મુંબઈશેર બજાર

ભારે અફડાતફડી હોવા છતાં માર્કેટ કેપ માં રૂ. ૧૩.૯૭ લાખ કરોડની વૃદ્ધિ

મુંબઇ: ભારે અફડાતફડી હોવા છતાં એકંદરે ઇક્વિટી ઇન્વેસ્ટર્સ માટે પાછલું સપ્તાહ નફાકારક રહ્યું હતું. સમીક્ષા હેટળના પાછલા સપ્તાહમાં ઈન્ફ્રાસ્ટ્રકચર અને ઓટો ઈન્ડેક્સ સૌથી અધિક વધ્યા હતા, જ્યારે ટેકનોલોજી અને રિયલ્ટી ઈન્ડેક્સ ઘટ્યા હતા. સપ્તાહ દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં રૂ.૧૩. ૯૭ લાખ કરોડની વૃદ્ધિ બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૭૯,૧૧૭.૧૧ના બંધથી ૬૮૫.૬૮ પોઈન્ટ્સ (૦.૮૭ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૧૮મી નવેમ્બર અને સોમવારે ૮૦,૧૯૩.૪૭ ખૂલી ૨૭મી નવેમ્બરને બુધવારે ઊંચામાં ૮૦,૫૧૧.૧૫ સુધી અને ગુરુવાર ૨૮મી નવેમ્બરે નીચામાં ૭૮,૯૧૮.૯૨ સુધી જઈ સપ્તાહ અંતે ૭૯,૮૦૨.૭૯ બંધ રહ્યો હતો.

આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ. ૪૪૬.૬૮ લાખ કરોડ રહ્યું હતું, જે ૨૨ નવેમ્બરના શુક્રવારના અંતે રૂ. ૪૩૨.૭૧ લાખ કરોડ હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડેક્સમાં બીએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ૧.૩૪ ટકા, બીએસઈ-૨૦૦ ઈન્ડેક્સ ૧.૭૦ ટકા, બીએસઈ-૫૦૦ ઈન્ડેક્સ ૨.૦૫ ટકા, બીએસઈ મિડકેપ ૨.૩૧ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૪.૯૨ ટકા વધ્યા હતા.

માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસે અનબ્લીચ્ડ સિન્થેટિક ગ્રે ફેબ્રિકસ ઉત્પાદક બોરાના વેવ્સ લિમિટેડે ૭૦ લાખ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યુ માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેકટ્સ ફાઇલ કર્યો છે. કંપની સુરત, ગુજરાત ખાતે ગ્રે ફેબ્રિકની ઉત્પાદન ક્ષમતા વિસ્તારવા, નવા એકમની સ્થાપનાની યોજના ધરાવે છે.

બીએસઈ આઈપીઓ ૬.૦૮ ટકા વધ્યો હતો. પ્રાઇમરી માર્કેટમાં હલતલ ચાલુ રહી છે. ટ્રાન્ઝેક્શન એડવાઇઝરી સર્વિસિસ તેમજ ફંડ અને એસેટ મેનેજમેન્ટ ક્ષેત્રની નિસસ ફાઇનાન્સ સર્વિસિસ કો લિમિટેડ રૂ. ૧૧૪.૨૪ કરોડની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે, પ્રાઇસ બેન્ડ રૂ. ૧૭૦થી ૧૮૦ પ્રતિ શેર છે અને ભરણું છઠી ડિસેમ્બરે બંધ થશે.

આ ઉપરાંત એસએમઈ આઈપીઓ ૨.૩૧ ટકા વધ્યો હતો. ઔદ્યોગિક ટાયરના સૌથી મોટા ઉત્પાદક અને નિકાસકાર પૈકી એક એમેરાલ્ડ ટાયર મેન્યુફેક્ચરર્સ લિમિટેડ પાંચમી ડિસેમ્બરે રૂ. ૪૭.૩૭ કરોડની પ્રારંભિક જાહેર ઓફર સાથે મૂડીબજારમાં પ્રવેશ કરશે, પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. ૯૦થી ૯૫ છે અને ભરણું નવમી ડિસેમ્બરે બંધ થશે. એન્કર બિડિંગ ચોથી ડિસેમ્બરે છે.

સેકટરલ ઈન્ડાયસીસમાં બીએસઈ ઈન્ફ્રા ૪.૮૭ ટકા, ઓટો ૪.૨૪ ટકા, બેન્કેક્સ ૪.૦૨ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૩.૭ ટકા, કેપિટલ ગુડ્સ ૨.૭૧ ટકા, હેલ્થકેર ૧.૭ ટકા, આઈટી ૧.૬૨ ટકા, મેટલ ૧.૩૬ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૦૬ ટકા, પાવર ૦.૭૧ ટકા અને પીએસયુ ૦.૩૪ ટકા વધ્યા હતા, જ્યારે ટેક ૦.૫ ટકા અને રિયલ્ટી ૦.૧૫ ટકા ઘટ્યા હતા.

Also Read – Stock Market :સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં મજબૂતી, સેન્સેકસમાં 174. 93 નો વધારો

બીએસઈ સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી અધિક વધેલી પાંચ સ્ક્રિપ્સમાં અદાણી પોર્ટ્સ ૪.૩૮ ટકા, બારતી એરટેલ ૩.૫૨ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૩.૨૬ ટકા, એચડીએફસી બેન્ક ૨.૮૮ ટકા અને સ્ટેટ બેન્ક ૨.૭૪ ટકા વધ્યો હતો.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં સૌથી અધિક ઘટેલા પાંચ શેરોમાં એચસીએલ ટેકનોલોજી ૨.૭૧ ટકા, ઈન્ફોસિસ ટેકનોલોજી ૨.૩૯ ટકા, પાવર ગ્રીડ ૨.૨૫ ટકા, ટેક મહિન્દ્ર ૨.૧૧ ટકા અને ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ ૧.૮૪ ટકા ગબડ્યો હતો. એ ગ્રુપની ૭૨૪ કંપનીઓમાંથી ૬૦૭ સ્ક્રિપ્સના ભાવ વધ્યા, ૧૧૭ સ્ક્રિપ્સના ભાવ ઘટ્યા હતા. બી ગ્રુપની ૧,૧૮૭ કંપનીઓમાંથી ૧,૦૨૨ વધી હતી, ૧૬૪ ઘટી હતી અને એક સ્થિર રહી હતી.

સેન્સેક્સમાંની ૧૩ સ્ક્રિપ્સ વધી હતી અને ૧૭ ઘટી હતી. બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સમાંની ૬૭ સ્ક્રિપ્સ વધી હતી અને ૩૩ ઘટી હતી. બીએસઈ ૨૦૦ સમાવિષ્ટ ૧૪૯ સ્ક્રિપ્સ વધી અને ૫૧ ઘટી હતી, મિડકેપમાંની ૧૩૨ સ્ક્રિપ્સમાંથી ૧૦૪ વધી, ૨૮ ઘટી હતી. સ્મોલ કેપમાંની ૯૪૫ સ્ક્રિપ્સમાંથી ૮૧૪ વધી હતી, ૧૩૧ ઘટી હતી.

એક્સચેન્જના ડેટા અનુસાર પાછલા સપ્તાહે પણ એફઆઇઆઇની વેચવાલી વધુ રહી હતી. દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની (ડીઆઈઆઈ) રૂ.૮,૬૪૬.૯૩ કરોડની ચોખ્ખી લેવાલી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની (એફઆઈઆઈ) રૂ.૬,૩૦૫.૧૪ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button