આમચી મુંબઈ

ઇસરો પર રોજના ૧૦૦ સાયબર હુમલા છતાં અમારું સુરક્ષા નેટવર્ક મજબૂત : સોમનાથ

મુંબઇ: સાયબર ક્રાઈમ હાલમાં ચર્ચામાં છે, જેનાથી ઇસરો પણ બચ્યું નથી. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથનું કહેવું છે કે દેશની સ્પેસ એજન્સી દરરોજ ૧૦૦થી વધુ સાયબર હુમલાઓનો સામનો કરી રહી છે. કેરળમાં આંતરરાષ્ટ્રીય સાયબર કોન્ફરન્સની ૧૬મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. કોચીમાં આયોજિત કાર્યક્રમના સમાપન સત્રમાં સોમનાથે કહ્યું હતું કે રોકેટ ટૅક્નોલૉજીમાં સાયબર હુમલાની શક્યતા વધુ છે. સાયબર આરોપીઓ અત્યાધુનિક સોફ્ટવેર અને ચિપ્સનો ઉપયોગ કરે છે. જો કે ઇસરો આવા હુમલાઓનો સામનો કરવા માટે તૈયાર છે. અમે મજબૂત સાયબર સુરક્ષા નેટવર્કથી સજ્જ છીએ.

ભારત આગામી ૨૦થી ૨૫ વર્ષમાં પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપી શકે છે. ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે આ ખુલાસો કર્યો છે. ચીની મીડિયા સીજીટીએન સાથે વાત કરતાં તેમણે કહ્યું કે ગગનયાન મિશન ભારતને અંતરિક્ષમાં મનુષ્યને મોકલવાની ક્ષમતા આપશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત