આમચી મુંબઈ

ખીચડી કૌભાંડ પાલિકાના નાયબ આયુક્તને ઈડી સમક્ષ સોમવારે હાજર થવા ફરમાન

મુંબઈ: કોવિડ – ૧૯ની મહામારી દરમિયાન સ્થળાંતરિત મજૂરોને ખીચડી વિતરણમાં કથિત સ્વરૂપે થયેલી ગેરરીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસ સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા મુંબઈ મહાનગરપાલિકાના નાયબ આયુક્તને સોમવારે હાજર રહેવા કહેણ મોકલવામાં આવ્યું છે. આ તપાસ
સંદર્ભે નાયબ આયુક્ત સંગીતા હસનાળેના નિવેદન
રેકોર્ડ કરવા માટે સોમવારે હાજર થવા ફરમાન
કરવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર અગાઉ ઈડીએ શ્રીમતી હસનાળેને ૨૬ ઑક્ટોબરે હાજર રહેવા જણાવ્યું હતું, પણ કાર્યાલયના કામકાજની વ્યસ્તતાને કારણે તેમણે અન્ય દિવસ માટે માગણી કરી હતી.

એ અનુસાર હવે તેમને સોમવારે હાજર થવા કહેવામાં આવ્યું છે.

મહામારી દરમિયાન સ્થળાંતર કરીને આવેલો મજૂર વર્ગ તેમજ અન્ય ગરીબ લોકોને ખીચડી વિતરણ અંગેની પાલિકાની યોજના સંદર્ભે માહિતી મેળવવા અને સ્પષ્ટતા માગવા સંગીતા હસનાળેની પૂછપરછ ઈડી દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત ઇડી આવતા અઠવાડિયામાં ખીચડી વિતરણ યોજના સાથે સંકળાયેલી અન્ય કેટલીક વ્યક્તિની પૂછપરછ પણ કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા