નાયબ મુખ્ય પ્રધાન શિંદેએ થાણેમાં ચોમાસાની તૈયારીઓની સમીક્ષા કરી

થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને થાણે જિલ્લાના પાલક પ્રધાન એકનાથ શિંદેએ તમામ એજન્સીઓને જાહેર સલામતીને પ્રાથમિકતા આપવા અને ચોમાસાની શરૂઆત પહેલાં ખતરનાક હોર્ડિંગ્સ દૂર કરવા અને ગટરોની સફાઈ સહિતની તૈયારીઓ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે.
શુક્રવારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સમીક્ષા બેઠકને સંબોધતા શિંદેએ કહ્યું હતું કે સામાન્ય માણસનો વિકાસ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે.
તેમણે આપેલા મુખ્ય નિર્દેશોમાં નાળાની સફાઈ, માળખાકીય ઓડિટ અને ખતરનાક હોર્ડિંગ્સ દૂર કરવા, ખાડાઓનું ઝડપી સમારકામ અને ખુલ્લા મેનહોલને સુરક્ષિત કરવાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ચોમાસાને લઈ ખુશીના સમાચાર: આ વર્ષે કેરળમાં 5 દિવસ વહેલું દસ્તક દેશે ચોમાસું…
શિંદેએ અસરકારક નાળાસફાઈ માટે રેલવે અને મ્યુનિસિપલ કોર્પોરેશનો વચ્ચે સંકલન કરવાની હાકલ કરી હતી અને વ્યાપક વૃક્ષ કાપણી ફરજિયાત કરવા જણાવ્યું હતું.
તેમણે થાણેની જર્જરિત શાળાઓ, કામચલાઉ આશ્રય પર વિશેષ ધ્યાન આપવા અને પૂરનો વારંવાર સામનો કરી રહેલા ગામો માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ ખાસ ધ્યાન આપવાના આદેશ આપ્યા હતા.
શિંદેએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતું અટકાવવા અને તરવૈયાઓ સાથેની સ્વયંસેવકોની ટીમોની તૈયારી માટે આવશ્યક પગલાં લેવા જણાવ્યું હતું. તેમણે સૂચના આપી કે થાણે અને કલ્યાણની એનડીઆરએફની ટીમો સપ્ટેમ્બર સુધી થાણે જિલ્લામાં તૈનાત રહે.