આમચી મુંબઈમહારાષ્ટ્ર

લાડકા ભાઈએ લાડકી બહેનની કરી અવગણના એકનાથ શિંદેની પાર્ટીએ એકેય મહિલા પ્રધાન ન આપી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાગપુરમાં મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ થયો. મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં શપથ લીધા બાદ 10 દિવસે કેબિનેટનું પહેલું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણેય પક્ષોના કુલ 39 નેતાઓએ પ્રધાનપદાંના શપથ લીધા છે. તેમને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દ્વારા હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં કેબિનેટમાં ચાર મહિલાઓને તક આપવામાં આવી છે. જેમાં ભાજપ તરફથી પંકજા મુંડે, માધુરી મિસાળ, મેઘના બોર્ડીકર અને એનસીપી તરફથી અદિતિ તટકરેને પ્રધાનપદું આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : શિવસેના મહાયુતિ ગઠબંધન સાથે મળીને મુંબઈ મનપાની ચૂંટણી લડશે એકનાથ શિંદે

આજે 39 નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. જેમાં ભાજપે કેબિનેટમાં 3 મહિલાઓને તક આપી છે. જેમાં પંકજા મુંડેને કેબિનેટ મંત્રી બનવાની તક આપવામાં આવી છે. આ દરમિયાન માધુરી મિસાળ અને મેઘના બોર્ડીકરને રાજ્યકક્ષાના પ્રધાન બનવાની તક આપવામાં આવી છે. એનસીપી દ્વારા અદિતિ તટકરેને કેબિનેટ પ્રધાનપદ આપવામાં આવ્યું છે. પરંતુ આખા રાજ્યની મહિલાના લાડકા ભાઈ તરીકેની ઓળખ આપતા એકનાથ શિંદેની શિવસેનાએ એકેય મહિલાઓને પ્રધાનપદ આપ્યું નથી

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button