આમચી મુંબઈ

નવરાત્રી પહેલા ૧૧મી ઓક્ટોબરથી રાજ્યમાંથી ચોમાસાની વિદાય

ખેલૈયાઓના માથેથી વરસાદનું વિઘ્ન ટળ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવરાત્રી દરમિયાન ખેલૈયાઓના માથે વરસાદનું વિઘ્ન ફરતું હોય છે. ગરબા રમતી વખતે વરસાદ પડવાને કારણે સંપૂર્ણ મજા પર પાણી ફેરવાઇ જતું હોય છે, પરંતુ આ વખતે આવી સમસ્યા સર્જાવાની શક્યતા નહીંવત છે, કારણ કે મુંબઈ સહિત રાજ્યમાં નૈઋત્યુના ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. મુંબઈ, થાણે સહિત પાલઘરમાં આગામી ૪૮ કલાક તો સંપૂર્ણ રાજ્યમાંથી ૧૧ ઑક્ટોબર સુધીમાં ચોમાસું પાછું ખેંચાઇ જશે, એમ હવામાન ખાતાએ જણાવ્યું હતું. રાજ્યમાં હાલ મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. અમુક જિલ્લામાં મુશળધાર વરસાદ તો અમુક જિલ્લામાં ઠંડી તો અમુક જિલ્લામાં અસહ્ય ગરમી અને ઉકળાટ સાથે ઑક્ટોબર હીટનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન ખાતાએ ૧૧મી ઑક્ટોબર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થવાના સંકેત આપ્યા છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ૨૪ કલાકમાં કોંકણના અમુક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. તો મુંબઈ, થાણે અને પાલઘરમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. આગામી ૨૪ કલાક બાદ આ વિસ્તારોમાંથી ભેજનું પ્રમાણ ઘટી જશે અને ત્યારબાદ બે-ત્રણ દિવસમાં ચોમાસાની વિદાય થશે. તો મધ્ય મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠવાડમાં ડ્રાયનેસ ચાલુ થઈ ગયું છે. આ વિસ્તારોમાં બે દિવસથી વરસાદ નથી. તેથી અહીંથી ચોમાસાની વિદાય થઈ ગઈ હોવાનું કહી શકાય. જોકે દક્ષિણ મહારાષ્ટ્રમા રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, ગોવામા આગામી ૨૪ કલાક વરસાદ રહેશે અને ત્યારબાદ વાતાવરણ ડ્રાય થશે અને અહીંથી પણ ચોમાસું વિદાય લેશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત