આમચી મુંબઈમહારાષ્ટ્ર

છૂટક વરસાદને લીધે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ વધી રહ્યા છે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છૂટાછવાયા વરસાદને કારણે ઠેકઠેકાણે ભરાઈ રહેતાં પાણીનાં ખાબોચિયાને કારણે મચ્છરોનું પ્રમાણ વધી ગયું છે. તેથી છેલ્લા એક પખવાડિયામાં જ મુંબઈમાં ડેન્ગ્યૂના ૭૦૫ અને ચિકનગુનિયાના ૭૮ કેસ નોંધાયા છે. તો ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સ્વાઈન ફ્લૂના કેસમાં પણ વધારો નોંધાતા સુધરાઈનો આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયો છે.

મુંબઈમાં પહેલી સપ્ટેમ્બરથી ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ દરમિયાન મલેરિયાના ૬૫૨, ડેન્ગ્યુના ૭૦૫, ચિકનગુનિયાના ૭૮, લેપ્ટોના ૩૫, ગૅસ્ટ્રોના ૩૨૬, હેપેટાઈટિસના ૫૯ અને સ્વાઈન ફ્લૂના ૪૬ કેસ નોંધાયા છે, જેમાં ગયા વર્ષ સ્વાઈન ફ્લૂના માત્ર ૧૮ કેસ નોંધાયા હતા. તો ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં ચિકનગુનિયાના માત્ર ૩૧ કેસ અને મલેરિયાના ૧૧૨૮, ડેન્ગ્યુના ૧૩૬૦, લેપ્ટોના ૭૩, ગૅસ્ટ્રોના ૫૭૩, હેપેટાઈટિસના ૬૩ અને સ્વાઈન ફ્લૂના ૧૮ કેસ નોંધાયા હતા.

ચિકનગુનિયા અને ડેન્ગ્યૂની બીમારી એડિસ મચ્છર કરડવાથી થાય છે. હાલ મુંબઈમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, તેને કારણે ઘરની બહાર, સોસાયટીના કમ્પાઉન્ડમાં વરસાદનાં પાણી ભરાઈ રહેતાં હોય છે. વરસાદના આ પાણીમાં એડિસ મચ્છરોની ઉત્પત્તિ થાય છે અને તેને કારણે મુંબઈમાં છેલ્લા એક પખવાડિયામાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મલેરિયાના કેસમાં નોંધપાત્ર વધારો થયો હોવાનો દાવો સુધરાઈના આરોગ્ય ખાતાએ કર્યો હતો.

પાણીજન્ય બીમારીને નિયંત્રણમાં લાવવા માટે સુધરાઈના આરોગ્ય ખાતા દ્વારા ઘર-ઘરમાં જઈને સર્વે કરવામાં આવતો હોય છે, જેમાં પહેલી સપ્ટેમ્બરથી ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીના પખવાડિયામાં પાલિકાએ હાથ ધરેલી ઝુંબેશ હેઠળ ૧,૪૮૮ સ્થળો પર મલેરિયા ફેલાવતા મચ્છરોના લાર્વા મળી આવ્યાં હતાં. તો ૧૧,૨૩૪ જગ્યાએ ડેેન્ગ્યુ ફેલાવતા મચ્છરોના ઉત્પત્તિ સ્થળ મળી આવ્યાં હતાં. આ દરમિયાન જ પાલિકાએ લેપ્ટોસ્પાયરોસિસને નિયંત્રણમાં લાવવા માટે ૧૦,૬૮૭ ઉંદરોનો નાશ કર્યો હતો.

સુધરાઈના આરોગ્ય ખાતા દ્વારા નિયમિત રીતે મચ્છરોના ઉત્પત્તિ સ્થળ શોધી કાઢવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે, જેમા પહેલીથી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન ઝૂંપડપટ્ટી સહિત ચાલીના વિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યા હતા. આરોગ્ય ખાતાએ આપેલા આંકડા મુજબ તાવના દર્દી શોધવા માટે ૫,૮૮,૫૬૧ ઘરના સર્વે કરવામા આવ્યા હતા. જે અંતર્ગત કુલ ૨૮,૨૨,૮૭૯ લોકોને આવરી લેવામાં આવ્યા હતા, તેમાંથી ૮૯,૦૭૭ લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

મચ્છર કરડવાથી થતા મલેરિયાને નિયંત્રણમાં લાવવા માટે ૧૦,૦૦૫ જગ્યાનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. ૨૭,૨૯૩ ઉત્પત્તિ સ્થળના ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ૧,૪૮૮ જગ્યાએ એનોફિલીસ મચ્છરના ઉત્પત્તિ સ્થળ મળી આવ્યાં હતાં. ડેન્ગ્યુને નિયંત્રણમાં લાવવા માટે ૫,૬૮,૧૨૨ ઘરનાં ઈન્સ્પેકશન કરવામાં આવ્યાં હતાં. ૬,૧૪,૮૭૯ ક્ધટેઈનરની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ૧૧,૨૩૪ એડિસ મચ્છરના ઉત્પત્તિ સ્થળ મળી આવ્યા હતા. આ દરમિયાન ૯૪૪ ટાયરોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં વરસાદી પાણી ભરાઈ જવાથી તેમાં મચ્છરો ઈંડા મૂકી શકે છે.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…