મકાનો ખરીદવામાં મરાઠી લોકોને ૫૦ ટકા અનામત આપવાની માગણી
મુંબઇ: ‘પાર્લે પંચમ’ નામની એક સામાજિક સંસ્થાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પાસે માંગણી કરી છે કે માંસાહારી મરાઠી લોકોને ઘર ન વેચવા, બિલ્ડરો દ્વારા મરાઠીની હેરાનગતિના વિકલ્પ તરીકે, નવી ઇમારતોમાં એક વર્ષ માટે મરાઠી લોકો માટે મકાનોનું ૫૦ ટકા અનામત રાખવું જોઈએ. જો આ મકાનો એક વર્ષ પછી મરાઠી દ્વારા ખરીદવામાં ન આવે તો બિલ્ડર તેને કોઈને પણ વેચી શકે જેથી જે મરાઠી લોકો આર્થિક રીતે સક્ષમ છે તેઓ ઘર ખરીદી શકે. ‘પાર્લે પંચમ’ના પ્રમખે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મુંબઈમાં જગ્યાના
ભાવ આસમાને પહોંચી ગયા છે. ઉપરાંત, મોટાભાગની નવી ઇમારતો વૈભવી મકાનો બનાવવાની હોડમાં છે. તેથી, કરોડોની કિંમતે પહોંચેલા આ મકાનો સામાન્ય મરાઠી લોકોની પહોંચની બહાર છે.
બિલ્ડરો આવા મકાનો ખરીદવાની આર્થિક તાકાત ધરાવતા મરાઠી લોકોને તેઓ માંસાહારી છે અથવા અન્ય કારણોસર ઘર વેચવા તૈયાર નથી થતા.
કેટલીકવાર બિનમરાઠી લોકો જૂની ઈમારતોના મકાનો મરાઠી લોકોને વેચવા તૈયાર નથી, આ મરાઠી લોકોનું દુર્ભાગ્ય છે અને રાજ્ય સરકારે એને રોકવાની જરૂર છે . સંગઠને આ પત્રની નકલ એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે, શિવસેનાના કાર્યકારી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, હાઉસિંગ મિનિસ્ટર અતુલ સેવ, એનસીપી પ્રમુખ શરદ પવાર, કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેને પણ મોકલી છે.
દરેક નવી ઇમારતમાં, ૨૦ ટકા મકાનો નાના કદના હોવા જોઈએ જેથી તેની કિંમત અને જાળવણી ખર્ચ પરવડી શકે. ખાનોલકરે આ પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે એક વર્ષ માટે આ નાના ઘરોનું ૧૦૦ ટકા આરક્ષણ માત્ર મરાઠી લોકો માટે જ હોવું જોઈએ.