આમચી મુંબઈ

અયોધ્યામાં રામ મંદિરના લોકાર્પણ દિવસે રજા જાહેર કરવાની માગણી

નાગપુર: અયોધ્યામાં રામ મંદિરના લોકાર્પણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એવામાં મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જુથના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકે રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે દેશવ્યાપી રજા જાહેર કરવાની માગણી કરી હતી.

સરનાઇકે વિધાનસભાની બહાર મીડિયાને જણાવ્યું હતું કે રામ જન્મભૂમિ ખાતે રામ મંદિર ઉદ્ઘાટનના દિવસે દુનિયાભરથી લોકો અહીં આવશે. આ મંદિરના ઉદ્ઘાટનના દરમિયાન ત્યાં હાજર રહેવાની દરેક હિન્દુ બંધુઓની ઈચ્છા હશે. તેથી આ દિવસે દેશમાં રજા જાહેર કરવા અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, અને બંને નાયબ પ્રધાનો સમક્ષ રજૂ કર્યો છે. આ વર્ષની કોઈ એક છુટ્ટી રદ કરીને ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રજા જાહેર કરવી જેથી અનેક લોકોને તેનો ફાયદો લઈ શકે, એમ સરનાઇકે કહ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત