દસમા-બારમાની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓ બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકવાની માગણી

મુંબઈઃ આવતા મહિને શરૂ થતી દસમા અને બારમાની બોર્ડની પરીક્ષામાં બુરખા સાથેની વિદ્યાર્થિનીઓ પર પરીક્ષા-બંધી લાદવાની મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતા નિતેશ રાણેએ કરી છે.
મહારાષ્ટ્ર બોર્ડની દસમા ધોરણની પરીક્ષા ૨૧મી ફેબ્રુઆરીથી ૧૭મી માર્ચ ૨૦૨૫ દરમિયાન અને બારમાની પરીક્ષા ૧૧ મી ફેબ્રુઆરીથી ૧૮ મી માર્ચ ૨૦૨૫ દરમિયાન લેવામાં આવશે. પરીક્ષાને હવે એક જ મહિનો બાકી હોવાથી વિદ્યાર્થીઓ દિવસ રાત પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.
દરમિયાન ભાજપના મત્સ્યોદ્યોગ વિકાસ પ્રધાન નિતેશ રાણેએ દસમા અને બારમા ધોરણની પરીક્ષામાં બુરખો પહેરીને પ્રવેશ નકારવામાં આવે તેવી માંગ કરતો પત્ર શાળા શિક્ષણ વિભાગને લખ્યો છે. નકલોનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરીને આ માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો…ઘાટકોપરમાં કચ્છી યુવકની હત્યાનું કારણ બની અંધેરીના ફ્લેટ સામે લીધેલી લોન
નિતેશ રાણેએ કહ્યું હતું કે દસમા અને બારમાની પરીક્ષામાં બુરખા પહેરેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ન દેવો જોઈએ. બુરખો પહેરીને પરીક્ષામાં બેસવાના ઘણા જોખમો છે. જેને ધ્યાનમાં લઈને તેમણે આ નિર્ણય રદ કરવા વિનંતી કરી છે.