આમચી મુંબઈ

દુકાળ રાહત માટે કેન્દ્ર પાસેથી ₹ ૨,૬૦૦ કરોડની માગણી

મુંબઈ: રાજ્યમાં દુકાળ પ્રશ્ર્ન ગંભીર બની રહ્યો હોઇ પીડિત ખેડૂતોને મદદ માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી લગભગ રૂ. ૨૬૦૦ કરોડની માંગણી કરી છે. રાહત અને પુનર્વસન વિભાગે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલીને દુકાળની સ્થિતિનું તાત્કાલિક નિરીક્ષણ કરવાની માંગ કરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
આ વર્ષે, અનિયમિત અને ઓછા વરસાદની ગંભીર અસરો દેખાવા લાગી છે અને દુકાળનું પ્રમાણ વધી રહ્યું છે. ઓક્ટોબર મહિનામાં ૪૦ તાલુકા દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ નવમી નવેમ્બરે અન્ય ૧૭૮ તાલુકાના ૯૫૯ મહેસૂલ મંડળમાં દુકાળ જાહેર કરવાનો નિર્ણય કેબિનેટ સબ કમિટીની બેઠકમાંં લેવાયો હતો. જે વિસ્તારોમાં સરકારે દુષ્કાળ જાહેર કર્યો છે ત્યાં જમીન મહેસૂલમાં રાહતો, પાક લોનનું પુનર્ગઠન, કૃષિ સંબંધિત લોનની વસૂલાત પર મોરેટોરિયમ, કૃષિ પંપના વીજળીના બિલમાં ૩૩.૫ ટકા ડિસ્કાઉન્ટ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓની ફી માફી વગેરેનો અમલ કરવામાં આવ્યો છે. જો કે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી દુષ્કાળ જાહેર કરવાની માગણી પ્રબળ બની રહી છે ત્યારે આગામી સપ્તાહમાં વધુ કેટલાક મહેસૂલી વર્તુળોમાં દુષ્કાળ જાહેર કરવામાં આવશે તેવી માહિતી સૂત્રોએ આપી છે.
રાજ્યમાં દુષ્કાળની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી મદદ લેવાનો નિર્ણય કર્યો છે. તદનુસાર પ્રથમ તબક્કામાં કેન્દ્રને રૂ. ૨૬૦૦ કરોડની માંગની દરખાસ્ત મોકલવામાં આવી છે. ૨૦૧૯માં રાજ્યમાં મોટો દુકાળ પડ્યો હતો. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button