આમચી મુંબઈમહારાષ્ટ્ર

તારાપુર પરમાણુ રિએક્ટરમાંથી વીજ ઉત્પાદનમાં વિલંબઃ હવે નવી ડેડલાઈન જાણો!

મુંબઈઃ તારાપુર ખાતે સ્થાપિત દેશના પ્રથમ બે પરમાણુ રિએક્ટરની કામગીરીમાં હજુ પાંચ મહિનાનો વિલંબ થશે. સમારકામ માટે બંધ કરાયેલા રિએક્ટર આજથી કાર્યરત થવાની અપેક્ષા હતી. જોકે, સમારકામ માટેના ખાસ પાઈપો ઇટાલીથી આવવામાં વિલંબને કારણે રિએક્ટર દ્વારા વીજળી ઉત્પન્ન કરવાનું નવેમ્બરમાં શરૂ થાય તેવી અપેક્ષા છે.

વર્ષ ૧૯૬૯માં તારાપુર ખાતે દેશના પ્રથમ બે પરમાણુ રિએક્ટરની પ્રાથમિક રિસર્ક્યુલેશન શરૂ કરવામાં આવી હતી, જે પાઇપિંગમાં માઇક્રો-સ્લિટ્સ મળી આવ્યા બાદ બદલવામાં આવી છે. નવેમ્બર ૨૦૧૯માં રિફ્યુઅલિંગ માટેના ‘શટડાઉન’ દરમિયાન આ માઇક્રોસ્કોપિક ચીરો મળી આવ્યા હતા.

૧૦૦માંથી ૧૭ વેલ્ડિંગ સાંધાઓની રેન્ડમલી તપાસ કર્યા બાદ આ ભાગોનું સમારકામ કરવાને બદલે સમગ્ર સિસ્ટમમાં પાઈપલાઈન બદલવાનો નિર્ણય લેવાયો હતો. આ કામકાજ માટે રૂ. ૩૫૧ કરોડના વર્ક ઓર્ડર માટે દેશ કક્ષાએ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આ કામકાજ નવમી મે ૨૦૨૪ સુધીમાં પૂર્ણ થવાની ધારણા હતી.

જોકે, ઇટલીમાંથી અમુક રાસાયણિક મિશ્રિત ધાતુના પાઈપોના ઉત્પાદન અને ઉપલબ્ધતામાં વિલંબ થયો હોવાથી, હવે આ પાઈપ આવ્યા બાદ ૧૫ સપ્ટેમ્બરે ઈન્સ્ટોલ કરવામાં આવશે તેમ જ દોઢ મહિના બાદ સિસ્ટમનું ટેસ્ટિંગ કરીને પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવશે. તેથી આ બંને પરમાણુ રિએક્ટરમાંથી નવેમ્બરથી વીજ ઉત્પાદન શરૂ થાય તેવી શક્યતા છે.

તારાપુર ન્યુક્લિયર પાવર સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય મુલ્કલવારે જણાવ્યું હતું કે સુરક્ષા અને વીજ ઉત્પાદન સાથે સંબંધિત અન્ય ઘણી મહત્વપૂર્ણ સિસ્ટમોના નિરીક્ષણ અને જાળવણીને કારણે આ સિસ્ટમમાં ફેરફાર સાથે, આ બે પરમાણુ રિએક્ટરમાંથી વીજ ઉત્પાદન ઓછામાં ઓછું આગામી ૧૦ વર્ષ ચાલુ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button