મહિલાઓને ફસાવી દેહવ્યાપારમાં ધકેલનારા ત્રણ પકડાયા | મુંબઈ સમાચાર

મહિલાઓને ફસાવી દેહવ્યાપારમાં ધકેલનારા ત્રણ પકડાયા

થાણે: મહિલાઓને ફસાવી તેમને દેહવ્યાપારમાં ધકેલનારા ત્રણ આરોપીને નવી મુંબઈ પોલીસે પશ્ર્ચિમ બંગાળથી પકડી પાડ્યા હતા. નવી મુંબઈ પોલીસના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલે (એએચટીયુ) 23 જુલાઇએ પશ્ર્ચિમ બંગાળના માલદા ખાતેથી ત્રણેય ફરાર આરોપીને તાબામાં લીધા હતા.

તુર્ભે પોલીસ સ્ટેશનમાં 9 જુલાઇએ ભારતીય ન્યાય સંહિતા તેમ જ ઇમ્મોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ, 1946 હેઠળ ગુનો દાખલ થયા બાદ ત્રણેય આરોપી ફરાર થઇ ગયા હતા, એમ સિનિયર ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજ ઘોરપડેએ જણાવ્યું હતું.

આપણ વાંચો: બે સગીરાને દેહવ્યાપારમાં ધકેલવા બદલ મહિલાને 14 વર્ષની જેલ

આરોપીઓની ઓળખ શંભુ મુનીલાલ ઉપાધ્યાય (32), ધીરેન્દ્ર તિલકચંદ આર્ય (26) અને મકબૂલ બિલાલ અન્સારી ઉર્ફે બોબી (43) તરીકે થઇ હતી, જેઓ મહિલાઓને ફસાવતા હતા અને તેમને દેહવ્યાપારમાં ધકેલતા હતા.

આરોપીઓના સાથીદારોની હવે શોધ ચલાવવામાં આવી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button