તમે થાણાથી ચૂંટણી લડીને ડિપોઝિટ જપ્ત થતી બચાવી દેખાડો… ઠાકરે પરિવારના આ સભ્યને ઓપન ચેલેન્જ

મુંબઈ: શિવસેનાના વિધાન સભ્ય આદિત્ય ઠાકરેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને એવો પડકાર આપ્યો હતો કે ગદ્દારી કરનારા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મારી વિરુદ્ધ કે પછી વર્લીથી ચુંટણી લડીને જીતી દેખાડે. આદિત્યના આ પડકારનો જવાબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તો નહીં પણ શિંદે જૂથના નેતા દિપક કેસરકરે આપ્યો છે.
દીપક કેસરકરે આદિત્યની ચેલેન્જનો જવાબ આપતા જણાવ્યું હતું કે આદિત્ય ઠાકરેએ થાણેમાંથી ઈલેકશન લડીને પોતાની ડિપોઝીટ બચાવી દેખાડે…
આગળ તેમણે એવું પણ જણાવ્યું હતું કે તમારે વરલીમાંથી ચૂંટાઇને આવવા માટે બે વિધાન પરિષદના વિધાન સભ્યો બનાવવા પડ્યા હતા ત્યારે જઇને તમ3 તમે વિધાન સભ્ય બન્યા છો. જનતાના લોકો લાખો મતના માર્જીનથી ચૂંટાઈ આવે છે. તેમને પ્રચાર માટે તેમના મતવિસ્તારમાં જવાની જરૂર પણ પડતી નથી એવા આકરા શબ્દમાં તેમણે આદિત્ય ઠાકરેની ઝાટકણી કાઢી હતી.
તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે તમે વર્લી માટે શું કર્યું એ તમારે ધ્યાનમાં લેવું જોઈએ. સુનીલ શિંદે અને સચિન આહિર વર્લીમાં કામ કરે છે. ચૂંટાઈને આવવા માટે બે વિધાન સભ્યોની જરૂર કેમ પડી? તમે રાજકુમારની ભૂમિકા ભજવો છો અને તમે એ જ રીતે રહો… પણ જે લોકો તનતોડ મહેનત કરે છે એવા કાર્યકર્તાઓને નારાજ કરશો નહીં. તેમની મહેનતને બિલકુલ ઓછી ન આંકશો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દેશદ્રોહી, ગુંડાઓ, બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોની સરકાર છે. ખૂબ જ દુઃખની વાત છે કે સામાન્ય નાગરિકોના કામ અટવાઈ પડયા ગયા છે અને સરકારનું એ તરફ બિલકુલ ધ્યાન નથી. રાજ્ય સરકાર અનેક યોજનાઓ માટે ભંડોળની જાહેરાત કરે છે. પરંતુ, હકીકતમાં કોઈ ફંડ મળતું નથી, એવા શબ્દોમાં આદિત્ય ઠાકરેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ટીકા કરી હતી.