દાઉદના સાગરીત રિયાઝ ભાટી, છોટા શકીલના સાળા સલીમ ફ્રુટને આ કેસમાં મળ્યા મીન…
મુંબઈ: ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમનો નજીકનો સાથી રિયાઝ ભાટી અને ગેંગસ્ટર છોટા શકીલનો સાળો સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રૂટ સામે વર્સોવા પોલીસ દ્વારા નોંધાયેલા ખંડણીના કેસમાં સેશન્સ કોર્ટે બન્નેને જામીન આપ્યા હતા. પોલીસ ક્રાઇમ બ્રાન્ચ આ કેસમાં ૨૦૨૨થી તપાસ કરી રહી હતી.
આ પણ વાંચો :‘દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ હોવાનો મને ગર્વ છે’, આગ લગાવશે ભૂતપૂર્વ ક્રિકેટરનું નિવેદન
ભાતી અને કુરેશીને જામીન આપતી વખતે કોર્ટે અરજદારના આક્ષેપો પર સવાલ ઊઠાવ્યા હતા અને તેમને ‘હાસ્યાસ્પદ અને મૂર્ખ’ કહ્યા હતા.
સોનું અને કેટરિંગના બિઝનેસ સાથે સંકળાયેલા અરજદારે દાવો કર્યો હતો કે પોતાનો બિઝનેસ વધારવા માટે તે ભાતી સાથે મિત્રતા કરવા ઇચ્છતો હતો. તેથી ૧૯મી ફેબ્રુઆરી, ૨૦૨૧માં તે ભાતીના જન્મદિનની પાર્ટીમાં ગયો હતો. પાર્ટીમાં ભાતીએ તેની કુરેશી સાથે ઓળખાણ કરાવી હતી. પોતાને ડરાવવા આ ઓળખાણ કરાવવામાં આવી હોવાનો દાવો અરજદારે કર્યો હતો. બીજી તરફ ભાટીએ કહ્યું હતું કે અરજદારની જેમ કુરેશીને પણ પત્તા રમવાનો શોખ હતો.
પાર્ટી બાદ કુરેશી સાથે પત્તા રમવા ગયો હતો અને ત્યાં જીત્યો હતો. જીતેલા પૈસાની માગણી કરતા કુરેશીએ પછીથી આપવાનું કહ્યું હતું. બીજી વાર ફરી મળીને પત્તા રમતા ફરી જીત્યો હતો અને પૈસાની માગણી કરતા કુરેશીએ ધમકી આપી હતી, એવો દાવો અરજદારે કર્યો હતો.
કુરેશીએ ઘણી વખત પૈસાની માગણી કરી હતી. ખંડણી તરીકે રૂ. ૬૨ લાખ માગ્યા હતા જેમાંથી રૂ. ૭.૫૦ લાખ તેના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હોવાનો દાવો પણ અરજદારે કર્યો હતો.
કોર્ટે અરજદારના દાવાને ફગાવી દેતા તેને ‘હાસ્યાસ્પદ’ ગણાવ્યા હતા. ફરિયાદી વારંવાર કુરેશી સાથે પત્તા રમવા ગયો. તે ક્લબમાં પણ પત્તા રમવા જઇ શકત. ઉક્ત દાવાઓ સાંભળીને વિશ્ર્વાસ થતો નથી કે અરજદાર ખરેખર કુરેશીથી ડરતો હોય, એમ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું. (પીટીઆઇ)