આમચી મુંબઈ

અટવાયેલા વિમાનને હટાવવા મુંબઈ એરપોર્ટ પર ‘ડાર્ક’ સિસ્ટમ

મુંબઈ: ટેકઓફ કરતી વખતે કે ઉતરાણ દરમિયાન રનવેથી દૂર થઈ અટવાઈ પડેલા વિમાનોને રનવે પરથી હટાવી યોગ્ય જગ્યાએ પહોંચાડવા મુંબઈ એરપોર્ટ હાઈ પ્રેશરની લિફ્ટિંગ બેગ્સ ધરાવતી ડિસેબલ્ડ એરક્રાફ્ટ રિકવરી કિટ (ડાર્ક) ઉપયોગમાં લેશે. હાઈ પ્રેશરની લિફ્ટિંગ બેગ્સ ધરાવતી કિટ વાપરનાર મુંબઈનું એરપોર્ટ એશિયાનું પ્રથમ હવાઈ મથક હશે. મુંબઈ જેવા એરપોર્ટમાં સમાંતર હવાઈ પટ્ટી ન હોવાને કારણે ઉતરાણ વખતે લપસી પડતા વિમાન સમસ્યા ઊભી કરી શકે છે. આવી પરિસ્થિતિમાં વિમાન હટાવવામાં ન આવે ત્યાં સુધી રન-વે બંધ કરી દેવો પડે છે. ભૂતકાળમાં આવા કેટલાક બનાવ બન્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button