બોરીવલીમાં પાઈપલાઈનમાં ગળતર: પાણીપુરવઠો ખોરવાયો...
આમચી મુંબઈ

બોરીવલીમાં પાઈપલાઈનમાં ગળતર: પાણીપુરવઠો ખોરવાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: બોરીવલી (પૂર્વ)માં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાસે ૪૨ ઈંચની પાઈપલાઈનમાં ગળતર થતા દહિસર વિસ્તારમાં પાણીપુરવઠો ખોરવાઈ ગયો હતો. પાલિકાના પાણીપુરવઠા વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યા બાદ આજે પાણીપુરવઠો પૂર્વવત્ થશે એવો દાવો પાલિકા પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો હતો.

આર-ઉત્તર વોર્ડના પાણી પુરવઠા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે બોરીવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર નેશનલ પાર્ક પાસે ૪૨ ઈંચની પાઈપલાઈનમાં ગળતર થયું હતું, તેને કારણ દહિસર પૂર્વ અને બોરીવલી પૂર્વના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો ખોરવાઈ ગયો હતો.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતુંકે ૪૨ ઈંચની પાણીની પાઈપલાઈનમાં આ ગળતર શુક્રવારથી થઈ રહ્યું હતું પણ શનિવાર સુધી જમીન નીચે રહેલી પાઈપલાઈનમાં ચોક્કસ કઈ જગ્યાએ ગળતર થઈ રહ્યું હતું તે શોધી શકાયું નહોતું. ભારે જહેમત બાદ જમીન નીચે પાઈપલાઈનમાં ગળતર મળી આવ્યા બાદ શનિવારથી સમારકામ ચાલુ કરવામાં આવ્યું હતું, જે રવિવાર વહેલી સવાર સુધી પૂરું કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. સમારકામ પૂરું થયા બાદ પાણીપુરવઠો પૂર્વવત્ થશે.

આર-વોર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે પાઈપલાઈનમાં થયેલા ગળતરને કારણે દહિસર પૂર્વમાં આનંદ નગર, એન.એલ.કૉમ્પ્લેક્સ, શક્તિનગર,સી.એસ. કૉમ્પ્લેક્સ, બાભલિપાડા, વીર સંભાજીનગર, સી.એસ. રોડ, અવધૂતનગર જેવા વિસ્તારોમાં પાણી પુરવઠને અસર થઈ હતી.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button