દહિસર-ભાયદંર લિંક રોડનું કામ ડિસેમ્બર ૨૦૨૮ પૂર્ણ કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:મુંબઈ મહાનગરપાલિકાએ ૫.૬ કિલોમીટર લાંબા અને ૪૫ મીટર પહોળા દહિસર-ભાયંદર લિંક રોડ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ નીમવા ટેન્ડર બહાર પાડયા છે. ડિસેમ્બર ૨૦૨૮માં સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાના લક્ષ્ય સાથે પાલિકા ૩,૩૦૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. એલિવેટેડ લિંક રોડ પૂરો થવાની સાથે જ વર્સોવા-ભાયંદર વચ્ચેની મુસાફરીનો સમય ૩૦થી ૪૫ મિનિટ ઓછો થશે.
પાલિકો ૨૦૨૩માં એલિવેટેડ કોરિડોર માટે એક કૉન્ટ્રેક્ટરની નિમણૂક કરી હતી, જે દહિસર (પશ્ર્ચિમ) કંદરપાડા મેટ્રો સ્ટેશનથી ભાયંદર(પશ્ર્ચિમ)માં સુભાષચંદ્ર બોઝ ગ્રાઉન્ડ નજીક ઉત્તન સુધીનો રહેશે. આ એલિવેટેડ રોડ મેન્ગ્રોવ્ઝ, ખાડી અને મીઠાના આગારમાંથી પસાર થવાનો છે. પ્રોજેક્ટ મંજૂરીની રાહ જોતો હોવાથી પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટની અત્યાર સુધી નિમણૂક કરવામાં આવી નહોતી. પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટની નિમણૂક થયા પછી તેનું કામ સિવિલ, મેકેનિકલ, ઈલેક્ટ્રિકલ, કંટ્રોલ સહિત બાંધકામની દેખરેખ, કમિશનિંગ અને ઈન્સ્પેકશન, કામના મૂલ્યાંકરન કરવા વગેરેનું રહેશે.
પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ કૉન્ટ્રેક્ટર, ડ્રોઈંગ, જીઓટેક્નિકલ, હાઈડ્રોલોજિકલ રિપોર્ટ, મટિરિયલ સ્પેસિફિકેશન, ટોપોગ્રાફિકલ સર્વેક્ષણ અને સુરક્ષાને લગતી ભલામણની સમીક્ષા કરશે. નિર્ધારીત સમયમાં રિપોર્ટ સબમીટ કરશે. શ્રેષ્ઠ બાંધકામ થાય અને ગુણવત્તા જળવાઈ રહે તેની જવાબદારી પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટની રહેશે.
મુંબઈ કોસ્ટલ રોડ (દક્ષિણ)ના પહેલા તબક્કામાં મરીન ડ્રાઈવ પર પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી બાન્દ્રા-વરલી સી લિંકના વરલી છેડા સુધીનો રોડનું કામ પૂરું થયા પછી પાલિકાએ વર્સોવા અને દહિસર વચ્ચે ૧૬,૬૨૧ કરોડ રૂપિયાના ખર્ચે ૨૦ કિલોમીટર લાંબા મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ (ઉત્તર) પર કામ શરૂ કર્યું છે. વધુમાં દહિસરથી ભાયંદર સુધીનો ૩,૩૦૪ કરોડના ખર્ચે એલિવેટેડ રોડ ડિસેમ્બર ૨૦૨૮ સુધીમાં પૂણકરવાનું લક્ષ્ય છે, જેનાથી મુસાફરીનો સમય તો બચશે પણ ઈંધણની પણ બચત થશે.
આ પણ વાંચો…ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ માટે બીએમસીને વૃક્ષો કાપવાની શરતી મંજૂરી…



