યાત્રીગણ કૃપા કરી ધ્યાન આપજો! મધ્ય રેલવેના દાદર સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર બદલાયા છે
મુંબઇ: મધ્ય અને પશ્ચિમ રેલવે માર્ગ પર દાદર એ સૌથી મોટું અને મધ્યવર્તી સ્ટેશન છે. જોકે મધ્ય અને પશ્ચિમ રેલવેના દાદર સ્ટેશન પર પ્લેટફોર્મ નંબરને કારણે મુસાફરો કાયમ દ્વિધામાં હોય છે.
પ્લેટફોર્મને કારણે થનારી આ દ્વિધા અને કન્ફ્યુજન દૂર કરવા માટે મદ્ય રેલવેના દાદર સ્ટેશન પર હાલમાં જે પ્લેટફોર્મ નંબર છે એ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 8 થી 14 સુધી પ્લેટફોર્મ ક્રમાંક નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે આવતી કાલથી એટલે કે શનિવાર 9મી ડિસેમ્બરથી તેનો અમલ કરવામાં આવનાર છે તેવી જાણકારી મધ્ય રેલવે દ્વારા આપવામાં આવી છે. જોકે આ ફેરબદલને કારણે શરુઆતમાં મુસાફરોને કન્ફ્યુજન થવાની શક્યાતાઓ વર્તાઇ રહી છે. આવનારા શનિવારથી મધ્ય અને પશ્ચિમ રેલવેના પ્લેટફોર્મને એક લાઇનમાં નંબર આપવામાં આવનાર છે. પશ્ચિમ રેલવે પર પ્લેટફોર્મના નંબર 1 થી 7 સુધી જ રહેશે. જ્યારે મધ્ય રેલવે પરના પ્લેટફોર્મના નંબર 8 થી 14 સુધી હશે.
હાલમાં મધ્ય રેલવેના દાદર સ્ટેશન પરનો પ્લેટફોર્મ નંબર 1, 9મી ડિસેમ્બરથી 8 નંબરના પ્લેટફોર્મ તરીકે ઓળખાશે. બે નબંરનો પ્લેટફોર્મ હાલમાં બંધ જ છે ત્યાં હાલમાં રેલવેનું કામ ચાલી રહ્યું છે. 3 નંબરનો પ્લેટફોર્મ 9 નંબર તરીકે, 4 નંબર દસ તરીકે, 5 નંબરનો પ્લેટફોર્મ 11 નંબર તરીકે, 6 નંબરનો પ્લેટફોર્મ 12 નંબર તરીકે, 7 નંબરનો પ્લેટફોર્મ 13 નંબર તરીકે અને દાદર ટર્મીનસનો 8 નંબરનો પ્લેટફોર્મ 14 નંબરના પ્લેટફોર્મ તરીકે ઓળખાશે. પ્લેટફોર્મ નંબર બદલવાને કારણે સેન્ટ્રલાઇઝ એનાઉન્સમેન્ટ પણ બદલાશે.
જ્યારે મધ્ય રેલવેના ફૂટ ઓવર બ્રીજ પર બ્રીજ અને સ્ટેશન વચ્ચે લગાવવામાં આવેલ ઇન્ડિકેટરમાં પણ આ નંબરોની ફેરબદલી કરવામાં આવશે. પશ્ચિમ રેલવેના પ્લેટફોર્મ નંબરમાં કોઇ ફેરબદલ કરવામાં આવશે નહીં એમ રેલવે પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું.