ડમ્પર પલટી ખાતા દાદર-સાયન રસ્તા પર ત્રણ કલાક સુધી ટ્રાફિક જામ, મુંબઇગરા બેહાલ

મુંબઇ: મુંબઇગરા માટે આજની સવાર ખુબ જ હેરાન કરનારી થઇ છે. દાદર થી સાયનની વચ્ચે લગભગ સવારે આઠ વાગ્યાથી ટ્રાફીક જામ લાગ્યો હતો. જે 3 સાડા ત્રણ કલાક સુધી રહ્યો હતો. ચાર કિલોમીટર સુધી વાહનોની કતારો જ કતારો લાગી હતી. ગાડી થોડીક પણ આગળ ખસે એવી પરિસ્થિતી નહતી.
જેને કારણે નોકરી ધંધા માટે ઘરેથી નીકળેલા લોકોને ભારે કનડગત થઇ હતી. ત્રણ ત્રણ કલાક સુધી તેમને ગાડીમાં જ બેસવું પડ્યું હતું. એમાં પણ ઓક્ટોબર હીટને કારણે તો મુંબઇગરા પહેલાં જ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. એમાં આવો ત્રણ કલાકનો જામ લાગતાં લોકો હેરાન અને ગુસ્સે પણ થયા હતાં.
પ્રાપ્ત વિગતો અનુસાર માંટુગા કિંગ સર્કલ બ્રિજની નીચે એક મોટો સિમેન્ટ, રેતી લઇ જનાર ડમ્પર ડિવાયડર સાથે અથડાતા ડ્રાઇવર અને ક્લિનરને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે ડમ્પર રસ્તા પર જ ફંસાઇ ગયું હતું. ત્રણ કલાક સુધી આ ડમ્પર હટાવી શકાયું નહતું. તેથી સવારે આઠ વાગ્યાથી આ વિસ્તારમાં ટ્રાફિક જામ થયો હતો.
વારે આઠ વાગ્યાથી દાદરથી સાયનની દીશામાં જનારા વાહનોને આ ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો. ત્રણ ત્રણ કલાક સુધી ટ્રાફિક પોલીસ રસ્તા પર પહેલ ડમ્પરને હટાવી શકી નહતી,. તેથી દાદર થી સાયન દરમીયાન ચાર કિલો મીટર સુધી વાહનોની લાઇન લાગી હતી. દાદર, સાયન, માટુંગા આ આખો વિસ્તાર વાહનોથી ભરાઇ ગયો હતો. ત્રણ ત્રણ કલાક સુધી મુસાફરો રસ્તા પર ફસાયા હતાં.