દાદરનાં પ્લેટફોર્મ નંબર બદલાશે
મધ્ય અને પશ્ર્ચિમ રેલવેનાં પ્લેટફોર્મ સળંગ એકથી ૧૫ થશે
મુંબઈ: મધ્ય રેલવેના દાદર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ને પહોળું કરવાનું કામ ચાલી રહ્યું છે. આને કારણે પ્લેટફોર્મ નંબર બેને બંધ કરવામાં આવશે. પહોળું કરવાનું કામ પૂરું થયા બાદ એટલે કે બે મહિના બાદ મધ્ય અને પશ્ર્ચિમ રેલવેના દાદર સ્ટેશનનાં તમામ પ્લેટફોર્મ નંબર બદલાવવાના નિર્ણયની અમલબજાવણી કરવામાં આવશે.
મધ્ય અને પશ્ર્ચિમ રેલવેનું દાદર સ્ટેશન એક જ ઠેકાણે છે. જોકે બંને રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ સ્વતંત્ર છે. નવા પ્રવાસીઓ માટે હંમેશાં સ્વતંત્ર પ્લેટફોર્મને કારણે મુશ્કેલી ઊભી થતી હતી. પ્રવાસીઓની મુશ્કેલી ઓછી કરવા માટે દાદરનાં પ્લેટફોર્મ નંબરમાં સંવાદિતા સધાય એ માટે એકથી ૧૫ એમ સળંગ પ્લેટફોર્મ નંબર આપવાનો નિર્ણય રેલવે પ્રશાસને લીધો છે. જોકે પશ્ર્ચિમ રેલવેનાં પ્લેટફોર્મના નંબર જેમ છે એમ જ રહેશે, માત્ર મધ્ય રેલવેનાં પ્લેટફોર્મ નંબરને બદલવામાં આવશે, એવું મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકાર ડો. શિવરાજ માનસપુરેએ જણાવ્યું હતું. ઉ