આમચી મુંબઈ

₹ ૮૩૭ કરોડના ખર્ચે સાયબર સિક્યોરિટી પ્રોજેક્ટની યોજના: શિંદે

નાશિક: મહારાષ્ટ્રમાં ડિજિટલ યુગની ગુનાખોરી ડામવા તેમજ તેને અટકાવી રાજ્યને સાયબર ગુનેગારીથી સલામત રાખવા ૮૩૭ કરોડ રૂપિયાના ખર્ચે એક સાયબર સિક્યોરિટી પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવશે એમ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે જણાવ્યું હતું. પ્રાયોજિત એડવાન્સ્ડ ટેકનોલોજી પ્રોજેક્ટને કારણે મહારાષ્ટ્ર સાયબર ગુનેગારીથી સલામત રાજ્ય બની જશે. નાશિકમાં મહારાષ્ટ્ર પોલીસ એકેડેમી ખાતે ૩૪મી મહારાષ્ટ્ર રાજ્ય પોલીસ ખેલકૂદ સ્પર્ધાના ઉદ્ઘાટન નિમિત્તે આપેલા વક્તવ્યમાં શિંદેએ જણાવ્યું હતું કે ‘આજના ડિજિટલ યુગમાં ગુનેગારીનું સ્વરૂપ બદલાઈ ગયું છે. રાજ્યને સાયબર ગુનેગારો સામે સલામત રાખવા એડવાન્સ ટેકનોલોજી તેમજ કુશળ અને કાર્યદક્ષ લોકો અને સંસાધનો સાથે પ્રોજેક્ટનું આયોજન થઈ રહ્યું છે.’

મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના સર્વ પોલીસ સ્ટેશનોને એક કેન્દ્રીય સેન્ટર સાથે જોડવામાં આવશે અને અને ડિજિટલ છેતરપિંડી અંગે મોબાઈલ ફોન અને એપ દ્વારા ફરિયાદ દાખલ કરી શકાશે. ૮૩૭ કરોડના આ પ્રોજેક્ટમાં સાયબર સિક્યોરિટી માટે એક કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર હશે, ટેકનોલોજીની સહાયથી તપાસ કરવામાં આવશે, ક્લાઉડમાં માહિતી એકઠી કરવામાં આવશે અને સિક્યોરિટી ઓપરેશન સેન્ટર પણ હશે. રાજ્યના બધા પોલીસ સ્ટેશન આ સગવડથી સાંકળી લેવામાં આવશે. ગુના ઉકેલવા આધુનિક ટેકનોલોજીના ઉપયોગ ઉપરાંત સરકાર પોલીસ દળમાં ૧૭,૦૦૦ જગ્યામાં ભરતી કરી પોલીસ દળ મજબૂત બનાવવામાં આવશે. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો