જો સાયબર છેતરપિંડી થાય તો પણ તમારા પૈસા પાછા મળી શકે છે પણ એક શરત છે!
આમચી મુંબઈ

જો સાયબર છેતરપિંડી થાય તો પણ તમારા પૈસા પાછા મળી શકે છે પણ એક શરત છે!

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજના ડિજિટલ વિશ્ર્વમાં, વ્યવહારો એક ક્લિકથી થઈ રહ્યા છે, પરંતુ છેતરપિંડીનું જાળું પણ તે જ ગતિએ ફેલાઈ રહ્યું છે. ઓટીપી, ફિશિંગ, ડીપફેક, ક્લોન કરેલા અવાજો અને ચહેરા જેવી નવી તકનીકોનો ઉપયોગ કરીને સામાન્ય લોકો લૂંટાઈ રહ્યા છે. પરંતુ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના જણાવવા મુજબ આ પૈસા પાછા મેળવવાનો એક ચોક્કસ રસ્તો છે જો તમે સમયસર કાર્ય કરો છો!

આનો ઉલ્લેખ કરતા, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં યોજાયેલા ‘સાયબર જનજાગૃતિ’ કાર્યક્રમમાં ઉદ્ઘાટન પ્રસંગે એવી ચેતવણી આપી હતી. જેમ ‘ગોલ્ડન અવર’ માર્ગ અકસ્માતમાં જીવ બચાવે છે, તેવી જ રીતે ‘ગોલ્ડન અવર’ સાયબર છેતરપિંડીમાં પણ તમારા પૈસા બચાવી શકે છે.

ફડણવીસે કહ્યું કે છેતરપિંડી વિશેની જાણ થતાં જ હેલ્પલાઇન 1930 અથવા 1945 પર ફરિયાદ નોંધાવવી આવશ્યક છે, તો નુકસાન ટાળીને પૈસા પાછા મેળવવાની શક્યતા વધી જાય છે. જો તમે વિલંબ કરો, તો પૈસા પાછા મેળવવાનું અશક્ય બની જાય છે.

સાયબર ગુનાની છાપ હંમેશા પાછળ રહે છે, પરંતુ સમયસર ફરિયાદ નોંધાવવી એ ખરેખર ‘સલામત લોગિન’ છે તેના પર ભાર મૂકતા, મુખ્ય પ્રધાન ફડણવીસે નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો…મહારાષ્ટ્રમાં હવે દુકાનો 24 કલાક ખુલ્લી રહી શકશે! રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય…

Haresh Kankuwala

મુંબઈ-સિટી-ડેસ્ક એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારથી જ કારકિર્દીની શરૂઆત થઇ અને છેલ્લા બે દાયકાથી તેની સાથે સંકળાયેલો છું. મુંબઈમાં બનેલી વિવિધ ઘટનાઓના કવરેજમાં સહયોગ આપ્યો છે. લાંબા સમયથી સિટી ન્યૂઝની ઇન્ચાર્જશિપ સંભાળી છે. More »

સંબંધિત લેખો

Back to top button