દેશમુખ પછી સિરસાટની ગાડી પર પથ્થર ફેંક્યાની ફરિયાદ

મુંબઈઃ એનસીપી (શરદ પવાર)ના નેતા અનિલ દેશમુખની કાર પર પથ્થર ફેંક્યાના અને તેમને લોહીલુહાણ કરાયાના દાવા અને પ્રતિદાવા બાદ હવે શિવસેના (યુબીટી) નેતા સંજય સિરસાટ ગાડી પર પથ્થર ફેંક્યાની ઘટના બહાર આવી છે.
છત્રપતિ સંભાજીનગર ખાતે બનેલી આ ઘટના સમયે સિરસાટનો પુત્ર સિદ્ધાંત ગાડીમાં હતો અને ગાડીના ડાબા ભાગે મોટો પથ્થર ફેંકવામાં આવ્યો હતો. ફેંકનાર ત્યાંથી પલાયન થઈ ગયો હતો, તેમ મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું. સિરસાટે ઉદ્ધવ જૂથના રાજૂ શિંદેના મતવિસ્તારમાં દહેશત નિર્માણ કરવા માટે આમ કરાયાનો આક્ષેપ કર્યો છે.
સિરસાટે જણા્વયું હતું કે અત્યાર સુધીમાં મેં ત્રણ ચૂંટણી લડી છે પણ ાવી ઘટના ક્યારેય બની નથી. પથ્થર એવડો મોટો હતો કે કંઈપણ બની શક્યું હોત. તેણે એવો દાવો પણ કર્યો કે તેણે 8 દિવસ પહેલા જ પોલીસ સામે રજૂઆત કરી હતી કે આ પ્રકારની કોઈ અઘટિત ઘટના બની શકે છે. બે કાળા રંગની નબંર પ્લેટ વિનાની સ્કોર્પિયો શહેરમાં ફરતી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. આ સાથે તેમની પત્નીની કાર પાછળ કોઈ કાર ફરતી દેખાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો…..Election 2024 : PM Modi એ મહારાષ્ટ્ર અને ઝારખંડના મતદારોને મતદાન માટે કરી આ ખાસ અપીલ
તેમણે દાવો કર્યો હતો કે સામેના પક્ષને પોતાની હાર દેખાય છે તેથી આ રીતે ભય નિર્માણ કરી રહ્યા છે.