આમચી મુંબઈમહારાષ્ટ્ર

નવી મુંબઈમાં લેબર કોન્ટ્રેક્ટરની હત્યા કરવા બદલ છ જણ સામે ગુનો

થાણે: નવી મુંબઈમાં કામદારોની ‘માથાડી’ સાઇટ પરના વિવાદને લઇ લેબર કોન્ટ્રેક્ટરની હત્યા કરવા બદલ છ જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર નેરુલ વિસ્તારના સેક્ટર-10 ખાતે મંગળવારે સાંજે આ ઘટના બની હતી, જેમાં લેબર કોન્ટ્રેક્ટરની પત્નીને પણ ગંભીર ઇજા પહોંચી હતી.

મૃતક અને એક આરોપી એક જ વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને જેલમાં તેમની વચ્ચે મિત્રતા થઇ હતી. જોકે બાદમાં માનખુર્દ વિસ્તારમાં કામદારોની માથાડી સાઇટને લઇ તેમની વચ્ચે વિવાદ થયો હતો, એમ નેરુલ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

લેબર કોન્ટ્રેક્ટર અને તેની પત્ની 9 ફેબ્રુઆરીએ નવી મુંબઈમાં તળાવ નજીક આવ્યાં હતાં ત્યારે અમુક લોકોએ તેમને ધમકી આપી હતી.

લેબર કોન્ટ્રેક્ટર મંગળવારે તેની પત્ની અને સંતાન સાથે ઘરે જઇ રહ્યો હતો ત્યારે આરોપીએ તેના પાંચ સાથીદારો સાથે મળીને તેને આંતર્યો હતો.

આરોપીઓએ બાદમાં દંપતી પર લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઘવાયેલા લેબર કોન્ટ્રેક્ટરનું મૃત્યુ થયું હતું, જ્યારે પત્નીને ગંભીર ઇજા પહોંચી હતી. પત્નીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે મંગળવારે રાતે પોલીસે છ જણ સામે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…