આમચી મુંબઈ

આદિત્ય ઠાકરે સામે ગુનો

લોઅર પરેલ બ્રિજના ઉદ્ઘાટનનો મામલો

લોઅર પરેલ બ્રિજના ઉદ્ઘાટનનો મામલો
આદિત્ય ઠાકરે સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોઅર પરેલ બ્રિજનું સમારકામ અંતિમ તબક્કામાં હોવા છતાં મુંબઈ મહાનગરપાલિકાની મંજૂરી વિના જ પુલના એક તરફના માર્ગનું કથિત ‘ઉદ્ઘાટન’ કરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવા બદલ પોલીસે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ)ના વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે સહિત અન્યો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
મુંબઈ મહાપાલિકાના અધિકારી પુરુષોત્તમ ઈંગળેએ નોંધાવેલી ફરિયાદને આધારે એન. એમ. જોશી માર્ગ પોલીસે શનિવારે મળસકે ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધ્યો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે, વિધાન પરિષદના સભ્યો સચિન અહિર અને સુનીલ
શિંદે, મુંબઈનાં ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકર અને સ્નેહલ આંબેકર તેમ જ ૧૫થી ૨૦ કાર્યકર ગુરુવારની રાતે સાડાનવ વાગ્યાની આસપાસ લોઅર પરેલના ડિલાઈલ બ્રિજ નજીક પહોંચ્યાં હતાં. સમારકામ માટે બંધ પુલના એક તરફનો માર્ગ મુંબઈ મહાપાલિકાના કમિશનર-વહીવટી તંત્રની મંજૂરી વિના જ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર એસિક ભવન સામે બ્રિજને છેવાડે લગાવવામાં આવેલી બેરિકેડ્સ ખસેડીને આદિત્ય ઠાકરે તેમના નેતા અને કાર્યકરો સાથે બ્રિજના મધ્ય ભાગ સુધી ચાલતા ગયા હતા. બ્રિજનો એક તરફનો ભાગ વાહનવ્યવહાર માટે તૈેયાર ન હોવા છતાં તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
પુલનું સમારકામ પૂરું થયું ન હોવાથી વાહનવ્યવહાર માટે તે સુરક્ષિત ન હોવાનું પાલિકાનું કહેવું છે. આ રીતે બ્રિજ ખુલ્લો મુકાતાં તેના પરથી પસાર થનારા વાહન ચાલકોના જીવને જોખમ હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું. આ પ્રકરણે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૪૩, ૧૪૯, ૩૩૬ અને ૪૪૭ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ડિલાઈલ બ્રિજને ૨૦૧૮માં જોખમી જાહેર કરીને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. બાદમાં વિવિધ કારણોસર પુલનું કામ રખડી પડ્યું હતું, જેને કારણે લોઅર પરેલ અને આસપાસના પરિસરમાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતી હતી. જોકે અમુક કામ પત્યા પછી ત્રણથી ચાર દિવસમાં પાલિકા દ્વારા આ પુલ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાનું વિચારાયું હતું.

…તો મારા દાદાને મારા પર ગર્વ થયો હોત: આદિત્ય ઠાકરે
મુંબઈ: મારી અને મારા સાથીદારો વિરુદ્ધ કેટલાક કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ કેસ મુંબઈવાસીઓના અધિકારો માટે લડવા માટે દાખલ કરવામાં આવ્યા છે. ડિલાઇલ રોડની ૧૨૦ મીટરની એક લેન તૈયાર છે અને ૧૦ થી ૧૫ દિવસથી બંધ હતી. કારણ કે અહીં સરકારને ઉદ્ઘાટન કરવાનો સમય નહોતો એમ આદિત્ય ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
જ્યારે અમે બીજી રાત્રે (નવેમ્બર ૧૬) ત્યાં ગયા ત્યારે ત્યાં કેટલાક બેરિકેડ હતા. તેને બાજુમાં મૂકીને અમે ત્યાંથી આગળ વધ્યા. તસવીરો લીધી અને કહ્યું કે રસ્તો ખુલ્લો છે. આ બાજુ ૧૦-૧૫ દિવસથી તૈયાર હતી. તમામ ટેસ્ટ વગેરે કર્યા પછી પણ મુંબઈ મહાનગરપાલિકાને ઉદ્ઘાટન માટે સમય ન મળવાને કારણે રોકી દેવામાં આવી હતી. અમે ત્યાં જઈને ખૂબ જ ગૌરવ સાથે તેનું ઉદ્ઘાટન કર્યું છે. આદિત્ય ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે, મુંબઈગરાઓ માટે લડતી વખતે મારા પર આરોપ લાગ્યો હોત તો મારા દાદાને મારા પર ગર્વ થયો
હોત. મ્યુનિસિપલ કમિશનરની ટીકા કરતાં કહ્યું હતું કે, પાલિકામાં અતિક્રમણ કરનારા પાલક પ્રધાન સામે કેમ કોઈ કેસ દાખલ કરવામાં આવતો નથી? અમે સાંભળ્યું છે કે મ્યુનિસિપલ કમિશનર બઢતી મેળવવા માગે છે. પાછલા વર્ષમાં અમે પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારને લોકો સમક્ષ લાવ્યા હતા. તેણે આ તમામ કૌભાંડો પર સહી કરી છે. શું આવી વ્યક્તિને પ્રમોશન મળશે? તેમણે પ્રશ્ર્ન પણ ઉઠાવ્યો.

એમટીએચએલના બ્રિજના કામમાં વિલંબ થતાં આદિત્ય ઠાકરેનો સરકાર પર નિશાનો
મુંબઈ: મુંબઈને નવી મુંબઈ સાથે જોડનારા દેશના સૌથી લાંબા મુંબઈ ટ્રાન્સ હાર્બર સી બ્રિજ (એમટીએચએલ)નું કામ ચાલી રહ્યું છે. આ બ્રિજને એમએમઆરડીએ અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે. પણ આ પુલના ઉદ્ઘાટનને લઈને અનેક પ્રશ્નો નિરમાય થયા છે. એમટીએચએલ બ્રિજને દેશના ભુતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી બજપાઈના જન્મદિવસે એટ્લે કે ૨૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ આ પ્રોજેકટનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે અને આ બ્રિજને અટલ સેતુ એવું નામ આપવામાં આવ્યું હતું. પુલના ઉદ્ઘાટનની તારીખને લઈને એમએમઆરડીએ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. આ પ્રોજેકટનું કામ મોટા ભાગે પૂરું થઈ ગયું છે પણ વાયરિંગ, લાઇટિંગ અને ટોલ નાકાનું કામ હજી સુધી બાકી છે તેથી ઉદ્ઘાટનની તારીખ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. એમટીએચએલને લોકો માટે ખુલો મૂકવામાં વિલંબ થતાં શિવસેના યુબીટીના આદિત્ય ઠાકરેએ સરકાર પર નિશાનો સાધ્યો હતો.આદિત્ય ઠાકરેએ આ મામલે ટ્વીટ કરી લખ્યું કે આ વર્ષે એમટીએચએલ શરૂ થવાનો છે. પણ સવાલ એ છે કે તેના કામમાં વિલંબ કેમ થયો? જ્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા ત્યારે આનું ગર્ડર લોન્ચ કરવામાં આવ્યું હતું અને મે પોતે જઈને કામની તપાસ કરી હતી ત્યારે ૮૫ ટકા કામ પૂરું થઈ ગયું હતું તેમ છતાં આ બ્રિજનું કામ હજી સુધી પૂરું નથી થયું. વર્તમાન સરકાર મુંબઈગરાઓને હેરાન કરી રહી છે સરકારને ફક્ત ચૂંટણી પ્રચારની ચિંતા છે. માત્ર એમટીએચએલ નહીં પણ રાજયમાં અનેક કેટલાક પ્રોજેકટના કામો રાખડી પડ્યા છે. એમટીએચએલ બ્રિજના ખાસિયતની વાત કરીયે તો તે મુંબઈથી નવી મુંબઈ સુધીનો સફર માત્ર ૨૦ મિનિટમાં પૂરો થશે. આ બ્રિજ ૨૧.૮ કિમી લાંબો છે અને તેનો ૧૬ કિમી જેટલો ભાગ દરિયા પર બંધવામાં આવ્યો છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button