તમારા સપનાનું ઘર ખરીદવાનું યોગ્ય સ્થળ અને સમય એટલે ‘ક્રેડાઈ-એમસીએચઆઈ પ્રોપર્ટી-૨૦૨૪’
થાણેથી વધુ યોગ્ય કયું સ્થળ હોઈ શકે
થાણે: હાલનો સમય તમારા સ્વપ્નના ઘરને વાસ્તવિકતા બનાવવાનો સૌથી યોગ્ય સમય છે, અને તેના માટે સૌથી યોગ્ય શહેર કોઈ હોય તો થાણે છે. તેના માટેનું યોગ્ય પ્લેટફોર્મ ‘ક્રેડાઈ-એમસીએચઆઈ પ્રોપર્ટી- ૨૦૨૪’ પણ હોમ ફાઇનાન્સ વિકલ્પોનું મૂલ્યાંકન કરવા, પસંદ કરવા અને મેળવવા માટે સજ્જ છે.
‘ક્રેડાઈ-એમસીએચઆઈ’, થાણેએ ૧૯૯૯માં પ્રથમ પ્રોપર્ટી અને હોમ ફાઇનાન્સ એક્સ્પોનું આયોજન કર્યું હતું. ઘર ખરીદનારાઓના સતત વધી રહેલા વિશ્ર્વાસને કારણે આ પ્રદર્શન તેના કદ અને સંખ્યા, બંનેની દૃષ્ટિએ વિકસ્યું છે તથા તેનું મહત્ત્વ પણ દિનપ્રતિદિન વધ્યું છે. તેનું આયોજન પણ ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. તેમાં મુલાકાતીઓ માટે આરામદાયક રીતે એક જ છત નીચે પ્રોપર્ટીની વિવિધતા, અલગ-અલગ હોમ ફાઇનાન્સ વિકલ્પો મળે તેનું ખાસ ધ્યાન રખાયું છે.
હોમ ઉત્સવ : પ્રોપર્ટી ૨૦૨૪-થાણે, ક્રેડાઈ-એમસીએચઆઈ થાણેમાં રિયલ એસ્ટેટ માર્કેટના અગ્રણી ડેવલપર્સ અને અગ્રણી હોમ ફાઇનાન્સ કંપનીઓ ઘર શોધનારને જોઈતા કેટલાક શ્રેષ્ઠ વિકલ્પો ઓફર કરે છે. ઉપરાંત રિયલ એસ્ટેટ બ્રાન્ડ્સ અને હોમ ફાઇનાન્સ કંપનીના પ્રતિનિધિઓ સાથે સીધા વાર્તાલાપના ફાયદાને કારણે ઘણાં પરિવારો તેમના સપનાનું ઘર પસંદ કરીને તેને વાસ્તવિકતા બનાવી શકશે.
રોગચાળા પહેલા અને પછીનાં ઘરોની માગના ધોરણમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. થાણે નવા સમયની બદલાયેલી માગને પહોંચી વળે તેવાં ઘરો આપવા સંપૂર્ણ સજ્જ છે. શ્રેષ્ઠ રહેઠાણ ઉપરાંત, વર્ક ફ્રોમ હોમ કે સ્ટડી ફ્રોમ હોમ હોય, તેના આયોજનવાળા ઘર થાણેમાં જોવા મળશે. વિવિધ બજેટમાં અને વિવિધ કદના ઘર ઓફર થતા હોઈ દરેક ગ્રાહકને પોતાની જરૂરિયાત મુજબના વિકલ્પો મળી રહે છે.
થાણેમાં રહેણાક વિસ્તારો, વ્યાપારી કેન્દ્રોનો યોજનાબદ્ધ અને સંતુલિત વિકાસ લોકોને ઘર ખરીદવા આકર્ષિત કરે છે. કનેક્ટિવિટીની દૃષ્ટિએ મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજનના સામૂહિક ઝડપી પરિવહન કોરિડોરમાં થાણે કેન્દ્રબિંદુ સમાન છે. શિક્ષણ, આરોગ્ય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, રમતગમત અને મનોરંજક સુવિધાઓનું યોગ્ય મિશ્રણ અહીં છે. લીલીછમ હરિયાળી અને જળાશયોનું શહેર, જ્યાં રહેવું સેંકડો પરિવારોનું સ્વપ્ન હોય છે.
સ્માર્ટ ઘર શોધનાર માટે એક સ્માર્ટ ખરીદીના પર્યાયો પૂરા પાડતા રિયલ એસ્ટેટ ડેવલપર્સના અગ્રણી સંગઠન, ક્રેડાઈ-એમસીએચઆઈ થાણે દ્વારા આયોજિત, હોમ ઉત્સવ : પ્રોપર્ટી ૨૦૨૪ને પણ એક સ્માર્ટ ઉત્સવ કહેવો પડે.