આમચી મુંબઈ

તિરાડ ઈન્ડિયામાં ?

ઠાકરે અને પવાર એમવીએની બેઠકમાં નહીં જાય

નવી દિલ્હી/મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને હંફાવવા માટે કોંગ્રેસની આગેવાની હેઠળની વિપક્ષી પાર્ટીએ સૌથી મોટું ગઠબંધન (ઈન્ડિયા) કર્યું છે. મહારાષ્ટ્રમાં પણ ભાજપની સામે એમવી (મહાવિકાસ આઘાડી)ની પાર્ટી એક બનીને કેન્દ્ર સરકાર સામે બંડ પોકાર્યું છે, પરંતુ આ તમામ વિપક્ષી પાર્ટી એકમત થવામાં વિવાદ હોવાનું લાગે છે, કારણ કે પાટનગર દિલ્હીમાં આયોજિત એમવીએની બેઠક મુદ્દે સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા છે. દિલ્હીમાં આયોજિત પાર્ટી શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના પ્રમુખ શરદ પવાર ઉપસ્થિત રહેવાના નથી.
આ અગાઉ શિવસેના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરે મહારાષ્ટ્રની લોકસભાની 23 સીટ પર ચૂંટણી લડવાનો દાવો કર્યો હતો. ઉપરાતં, સીટ-શેરિગ મુદ્દે ઉદ્ધવ ઠાકરે જૂથ મમતા બેનરજી સાથે ચર્ચા-વિચારણા સાથે ખેંચતાણ ચાલુ છે.
ઉદ્ધવ ઠાકરે જૂથે તો મહારાષ્ટ્રની 48માંથી 23 લોકસભાની સીટ મુદ્દે દાવો કર્યો છે ત્યારે આવતીકાલની નવમી જાન્યુઆરીની બેઠક યોજવામાં આવનારી છે. એમવીએ (શિવસેના, એનસીપી, કોંગ્રેસ)ની બેઠક મુદ્દે સૌથી મોટા સમાચાર એ જાણવા મળ્યા છે કે મહારાષ્ટ્રના સૌથી મોટા જૂથના મોટા નેતા ગેરહાજર રહી શકે છે.
મહાવિકાસ આઘાડીની બેઠકમાં શરદ પવાર જશે નહીં. એનસીપી (શરદ પવાર જૂથ) વતીથી ચર્ચા માટે સુપ્રિયા સુળે દિલ્હી જશે, જ્યારે બીજી બાજુ ઠાકરે પણ જવાના નથી. ઠાકરેવતીથી એમવીએની બેઠકમાં શિવસેના જૂથના સાંસદ સંજય રાઉત અને વિનાયક રાઉત ઉપસ્થિત રહી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ ઉપરાંત, વંચિત બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકરે સોમવારે જો મહા વિકાસ આઘાડીના સભ્યો બેઠક વહેંચણીની ફોર્મ્યુલાને અંતિમ સ્વપ આપવામાં નિષ્ફળ જાય તો શિવસેના (યુબીટી)ને મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી માટે વીબીએ સાથે જોડાણ કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટી અને વીબીએ આગામી લોકસભા ચૂંટણીમાં 24-24 બેઠકો પર ચૂંટણી લડી શકે છે.

મહારાષ્ટ્ર 48 સભ્યોને લોકસભામાં મોકલે છે. રસપ્રદ વાત એ છે કે, ભાજપને ટક્કર આપવા માટે વીબીએ એ વિપક્ષી ‘ઈં.ગ.ઉ.ઈં.અ’ બ્લોકનો એક ભાગ છે કે કેમ તે અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી હોવા છતાં, શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતે સોમવારે કહ્યું હતું કે આંબેડકરની આગેવાની હેઠળની અઘાડી મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનનો સભ્ય છે.

તો શિવસેના (યુબીટી) વીબીએ સાથે જોડાણ કરી શકે છે: આંબેડકર

પુણે: વંચિત બહુજન અઘાડીના વડા પ્રકાશ આંબેડકરે સોમવારે જો મહાવિકાસ આઘાડીના સભ્યો બેઠક વહેંચણીની ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવામાં નિષ્ફળ જાય તો શિવસેના (યુબીટી)ને મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી માટે વીબીએ સાથે જોડાણ કરવા અપીલ કરી છે અને કહ્યું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટી અને વીબીએ આગામી લોકસભા ચૂંટણીમાં 24-24 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. મહારાષ્ટ્ર 48 સભ્યોને લોકસભામાં મોકલે છે. રસપ્રદ વાત એ છે કે, ભાજપને ટક્કર આપવા માટે વીબીએ એ વિપક્ષી ઇન્ડિયા' બ્લોકનો એક ભાગ છે કે કેમ તે અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી હોવા છતાં, શિવસેના (યુબીટી ) સાંસદ સંજય રાઉતે સોમવારે કહ્યું હતું કે આંબેડકરની આગેવાની હેઠળની અઘાડી મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનનોસભ્ય ‘ છે. (પીટીઆઈ)

ઘટક પક્ષ પવારને મળવા ગયો, બે બેઠકની માગણી
એહમદનગર: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીમાં કોંગ્રેસ, શિવસેના અને એનસીપી પક્ષ ઉપરાંત `ઈન્ડિયા’ આઘાડીમાં અન્ય ઘટક પક્ષો પણ કાર્યરત છે. ભાજપને પરાજય આપવા માટે આઘાડીમાં અન્ય તમામ પક્ષો સાથે વિચારવિનિમય કરવો જરૂરી છે. આને કારણે ઈન્ડિયા આઘાડીમાં મહારાષ્ટ્રના ઘટક પક્ષોની એક અલગ બેઠક બોલાવવી, એવી માગણી ભારતીય કોમ્યુનિસ્ટ પક્ષે એનસીપીના અધ્યક્ષ શરદ પવાર પાસે કરી છે. પરભણી અને શિરડીની લોકસભાની બે બેઠક પર ભાકપને આપવા માટેની પદાધિકારીઓએ માગ કરી છે. જોકે અઠવાડિયામાં બેઠક બોલાવવા માટેનું આશ્વાસન શરદ પવારે ભાકપને આપ્યું છે. ભાકપના પ્રતિનિધિમંડળે સોમવારે પવારની મુલાકાત કરી હતી. પોતાની માગણીનો એક પત્ર પણ પવારને આપવામાં આવ્યો હતો. પ્રતિનિધિમંડળમાં ભાકપના સ્ટેટ સેક્રેટરી સુભાષ લાંડે, રાજ્ય સચિવ મંડળના સભ્ય પ્રકાશ રેડ્ડી, મુંબઈ સેક્રેટરી મિલિંદ રાનડે અને રાજ્ય એક્ઝિક્યુટિવ અશોક સૂર્યવંશી હાજર હતા.

ભાજપનો પરાજય કરવા માટે મહારાષ્ટ્રમાં ઈન્ડિયા આઘાડીના તમામ ઘટક પક્ષો મજબૂત રીતે એક થયા હોવાનું દેખાઈ રહ્યું છે. રાજ્યમાં ઈન્ડિયા આઘાડીના ઉમેદવારો ચૂંટાઈને આવે એ માટે એક છત્ર આવવાની રણનીતિ ઘડવી પણ જરૂરી છે. આ માટે મહારાષ્ટ્રમાં ઈન્ડિયા આઘાડીના તમામ ઘટક પક્ષોએ તાબડતોબ બેઠક બોલાવવી એવી વિનંતી ભાકપ દ્વારા કરવામાં આવી હતી.

પ્રકાશ આંબેડકરની વીબીએ મહારાષ્ટ્રમાં વિરોધી ગઠબંધનનો સભ્ય: રાઉત
મુંબઈ: શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતે સોમવારે જણાવ્યું હતું કે પ્રકાશ આંબેડકરની આગેવાની હેઠળની વંચિત બહુજન અઘાડી (વીબીએ) થોડા મહિનામાં થનાર લોકસભા ચૂંટણીમાં સત્તાધારી ભાજપનો સામનો કરવા માટે મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધનનો “ભાગ” છે.
અહીં પત્રકારો સાથે વાત કરતા રાઉતે કહ્યું કે, આંબેડકરે એનસીપીના વડા શરદ પવાર અને સેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે સાથે લોકસભાની ચૂંટણી અને સીટ શેરિગ ફોર્મ્યુલાના સંદર્ભમાં ઘણી વખત વાતચીત કરી છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે. મહાવિકાસ અઘાડીમાં શિવસેના (યુબીટી), શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી અને કાઁગ્રેસનો સમાવેશ થાય છે. “ભૂતકાળમાં, આંબેડકરે મહારાષ્ટ્રના અકોલામાંથી લોકસભાની ચૂંટણી લડી હતી, તેઓ આ વખતે પણ લડી શકે છે. અમે તેમની સાથે છીએ. વીબીએ એ એમવીએનો મહત્ત્વનો ભાગીદાર છે,” રાઉતે કહ્યું.
શિવસેના (યુબીટી) અને પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડીએ ગયા વર્ષે જાન્યુઆરીમાં ગઠબંધનની જાહેરાત કરી હતી. જો કે, વીબીએ વિપક્ષી `ઇન્ડિયા’ ગઠબંધન જે લોકસભાની ચૂંટણીમાં સત્તાધારી એનડીએનો સામનો કરવા માટે અનેક પક્ષો દ્વારા રચાયેલ જોડાણ છે તેનો ભાગ હોવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નોંધનીય છે કે, 2019માં, વીબીએ મહારાષ્ટ્રમાં લોકસભાની બેઠકો પર સ્વતંત્ર રીતે ચૂંટણી લડ્યું હતું અને કાઁગ્રેસની કેટલીક બેઠકો પર તેની અસર થઈ હતી.(પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?