આમચી મુંબઈ

Central Railwayના હેરિટેજ સ્ટેશન પર ગણપતિ અને હનુમાનજીના શિલ્પોની કરી સ્થાપના

મુંબઈ: મુંબઈની ઓળખ સમાન આઈકોનિક બિલ્ડિંગ અને તાજમહેલ પછી સૌથી વધુ જે સ્મારકની તસવીર ખેંચાઈ છે એવી સીએસએમટી રેલવે સ્ટેશનની મુલાકાત ભારતીય પર્યટકો જ નહીં પણ વિદેશી પર્યટકો પણ ચોક્કસ લે છે. હવે સીએસએમટીની આ મુખ્ય ઇમારતમાં ભગવાન હનુમાન અને ભગવાન ગણેશના શિલ્પોની સ્થાપના કરવામાં આવી છે.
સીએસએમટી ખાતેની આ ઐતિહાસિક હેરિટેજ ઇમારત ૧૮૭૮ અને ૧૮૮૮ની વચ્ચે બાંધવામાં આવી હતી. બ્રિટિશ સ્થાપત્ય શૈલીમાં બનેલી આ ઇમારત પર કોતરણી, સુશોભિત ટાવર અને ભવ્ય ગુંબજ આકર્ષણના બિંદુઓ છે.

આ ઇમારતને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે. મધ્ય રેલવેએ આ બિલ્ડિંગ માટે આર્ટવર્ક બનાવવા માટે એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. મુંબઈની અગ્રણી આર્ટ કોલેજોના ૧૦થી ૧૨ કલાકારો અને વિદ્યાર્થીઓએ આ કલા સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો: જન્માષ્ટમી પૂર્વે ગુજરાત બન્યું કૃષ્ણમય: રોશનીથી ઝળહળ્યું જગતમંદિર


હેરિટેજ ઈમારતમાં પસંદગીની કલાકૃતિઓ પ્રદર્શિત કરવા માટે જગ્યા નક્કી કરવામાં આવી હતી. તદનુસાર, સેન્ટ્રલ રેલવેએ ઈમારતમાં ગણપતિ અને હનુમાનની શિલ્પો સ્થાપિત કરવા સ્પર્ધાના વિજેતા શિલ્પકાર સોનાલી આયંગરની પસંદગી કરી છે, એમ મધ્ય રેલવે પ્રશાસને જણાવ્યું હતું.

મધ્ય રેલવેના જનરલ મેનેજર રામ કરણ યાદવે તાજેતરમાં આ શિલ્પોનું અનાવરણ કર્યું હતું. આ શિલ્પોની સંકલ્પના ગણપતિ-મુંબઈનો સાર છે અને હનુમાન-કાલાતીતતાનું પ્રતીક છે. ભારતીય કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે મધ્ય રેલવે પ્રશાસન દ્વારા આ સ્પર્ધાનું આયોજન પણ કર્યું હતું.

ઉપરાંત, કલાકારોને પ્રોત્સાહિત કરવા ભવિષ્યમાં વર્લ્ડ હેરિટેજ બિલ્ડિંગમાં સમાન પ્રવૃત્તિઓ માટે કેટલાક વધુ સ્થળોની ઓળખ કરવામાં આવશે. આ પહેલ દ્વારા, ભારતીય કલાકારોને દેશના અન્ય ઐતિહાસિક અને પ્રખ્યાત સ્મારકોમાં તેમનું કાર્ય રજૂ કરવાનો અવકાશ મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker