બોલો, પુરાવાના અભાવે હત્યાના આરોપીનો આઠ વર્ષ પછી નિર્દોષ જાહેર
થાણે: અહીંની કોર્ટે વર્ષ 2016માં પરિણીત મહિલા સાથે અનુચિત સંબંધ ધરાવતા એક શખ્સ પર તેની હત્યા કરવાનો આરોપ મૂક્યો હતો. આઠ વર્ષ પછી પૂરતા પુરાવાના અભાવે તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.
એડિશનલ સેશન્સ જજ એ એન સિરસીકરે 22 નવેમ્બરે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે કોલ ડેટા રેકોર્ડ્સમાં આરોપી અને મૃતક વચ્ચે અવારનવાર વાતચીત થઈ હોવાની જાણકારી મળે છે, પરંતુ આ જાણકારી હત્યાનો ઠોસ પુરાવો ન ગણી શકાય.
અદાલતે આદેશમાં જણાવ્યું હતું કે ‘કાયદા અનુસાર આરોપીના અપરાધ ને સાબિત કરવા માટે માત્ર શંકા પૂરતી નથી.’ આદેશની એક નકલ આજે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ પણ વાંચો : યુપીમાં લૂંટના કેસમાં ફરાર આરોપી 17 વર્ષે થાણેમાં ઝડપાયો
ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર એક પુત્ર ધરાવતી આ પરિણીત મહિલા 26 માર્ચ, 2016ના રોજ થાણાના દિવા વિસ્તારમાં તેના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવી હતી. મહિલા આરોપી ઇમ્તિયાઝ નન્હે ખાન સાથે સંબંધ ધરાવતી હતી. ઈમ્તિયાઝ મુંબઈના કુર્લાનો રહેવાસી છે.
ફરિયાદી પક્ષે દાવો કર્યો હતો કે પતિને છૂટાછેડા આપવા માટે મહિલા પર ખાન દબાણ કરી રહ્યો હોવાથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. ખાન પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેણે ગુસ્સામાં તેનું ગળું દબાવીને તેની હત્યા કરી હતી. ન્યાયમૂર્તિએ તપાસમાં અનેક વિસંગતતાઓ અને ક્ષતિઓ તરફ ધ્યાન દોર્યું હતું.
(પીટીઆઈ)