માર્ગ અકસ્માતમાં ઘવાયેલા દંપતીને 16.79 લાખ વળતર ચૂકવવાનો ટ્રિબ્યુનલનો આદેશ...
આમચી મુંબઈ

માર્ગ અકસ્માતમાં ઘવાયેલા દંપતીને 16.79 લાખ વળતર ચૂકવવાનો ટ્રિબ્યુનલનો આદેશ…

થાણે: 2020માં માર્ગ અકસ્માતમાં ઘવાયેલા દંપતીને 16.79 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) આદેશ આપ્યો છે. એમએસીટીના સભ્ય આર. વી. મોહિતેએ ટ્રકના માલિક અને વીમા કંપનીને સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે વળતર ચૂકવવાનું કહ્યું હતું.

થાણે જિલ્લાના ડોંબિવલીમાં 29 જાન્યુઆરી, 2020ના રોજ દંપતી મોટરસાઇકલ પર જઇ રહ્યું હતું ત્યારે માલસામાન વહન કરનાર ટ્રકે તેમને ટક્કર મારી હતી. ટ્રક ડ્રાઇવર બેદરકાર હોવાનું જણાયું હતું, કારણ કે ટ્રક રોન્ગ સાઇડથી પૂરપાટ વેગે આવી રહી હતી અને તે મોટરસાઇકલ સાથે ટકરાઇ હતી.

વીમા કંપનીએ પોલિસીના નિયમો (માન્ય લાઇસન્સ, પરમિટ અને ફિટનેસનો અભાવ)ના ભંગનો આરોપ લગાવ્યો હતો, જે ફગાવી દેવાયો હતો. સરકારી કંપનીમાં કામ કરનારા મોટરસાઇકલસવારને ફ્રેકચર થયું હતું. તેણે પંચાવન ટકા કાયમી આંશિક અપંગતાનો દાવો કર્યો હતો.

ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે દાવેદાર સરકારી કર્મચારી છે. તે હજી પણ નોકરીમાં છે. આકસ્મિક ઇજાને કારણે તેની સેવાની શરતોમાં કોઇ ફેરફાર થયો નથી. તેના પગાર તથા અન્ય ભથ્થામાં કોઇ ઘટાડો થયો નથી. તેના દ્વારા લેવામાં આવેલી 191 દિવસની ‘લીવ વિધાઉટ પૅ’ માટેનો દાવો માન્ય રખાયો હતો, પરંતુ કેઝ્યુઅલ, અડધો પગાર પ્રિવિલેજ રજાઓ માટેના તેના દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો. (પીટીઆઇ)

આ પણ વાંચો…અકસ્માતમાં મૃત્યુ પામેલા ફાર્મસિસ્ટના પરિવારને 29 લાખ વળતર ચૂકવવાનો ટ્રિબ્યુનલનો આદેશ

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button