ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની હાર બાદ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરનારા ભંગારના વ્યાવસાયિકની ધરપકડ…
પાલિકાએ આરોપીની અનધિકૃત દુકાન પર બુલડોઝર ફેરવ્યું

મુંબઈ: ચૅમ્પિયન્સ ટ્રોફીની ક્રિકેટ મૅચમાં પાકિસ્તાનની હાર બાદ સિંધુદુર્ગ જિલ્લામાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરવા બદલ પોલીસે ભંગારના વ્યાવસાયિક સહિત તેની પત્નીની પણ ધરપકડ કરી હતી. આ ઘટના પછી માલવણ પાલિકાના અધિકારીઓએ સિંધુદુર્ગના તારકરલી રોડ પર આવેલી વેપારીની ગેરકાયદે દુકાન તોડી પાડી હતી.
Also read : ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના ડિપોઝિટર્સ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, આ તારીખથી…
રવિવારે ચૅમ્પિયન્સ ટ્રોફીની દુબઈમાં રમાયેલી મૅચ પાકિસ્તાનને પછાડી ભારતે છ વિકેટે જીતી હતી. એ જ રાતે અમુક રહેવાસીઓએ માલવણ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને કિતાબુલ્લાહ હમીદુલ્લા ખાન (38) વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ખાન પરિવાર સાથે તારકરલી રોડ પર રહેતો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ફરિયાદ અનુસાર ખાન, તેની પત્ની આયેશા (35) અને 15 વર્ષના પુત્રએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. મૅચમાં રોહિત શર્મા આઉટ થયા પછી પણ આ પરિવારે ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
Also read : લાતુરમાં સામાજિક કાર્યકર્તાની હત્યાના કેસમાં 22 વર્ષે આવ્યો ચુકાદો…
ખાનના આવા વર્તનની વિરુદ્ધમાં સ્થાનિક રહેવાસીઓએ સોમવારે માલવણના દેઉલવાડા પરિસરમાં બાઈક રૅલી કાઢી હતી. આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસે સોમવારે ગુનો નોંધી દંપતીની ધરપકડ કરી હતી, જ્યારે દંપતીના સગીર પુત્રને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ હાજર કરાયો હતો. (પીટીઆઈ)