આમચી મુંબઈ

સિંધુદુર્ગમાં દેશનું પ્રથમ સબમરીન ટૂરિઝમ ઘોંચમાં

મહારાષ્ટ્રનો વધુ એક પ્રોજેક્ટ ગુજરાતમાં?

સિંધુદુર્ગ: એવું લાગી રહ્યું છે કે સિંધુદુર્ગના પર્યટન પર લાગેલું ગ્રહણ હજુ પણ હટતું નથી. છેલ્લા દસ-પંદર વર્ષમાં સિંધુદુર્ગના નાગરિકોને પ્રવાસન માટે સી વર્લ્ડ, હાઉસ બોટ, મોટા યુદ્ધ જહાજ જેવા એકાદ પ્રવાસન પ્રોજેક્ટનું ગાજર દેખાડવામાં આવ્યું હતું. પરંતુ કમનસીબે છેલ્લા દસથી પંદર વર્ષમાં આમાંથી એકપણ પ્રોજેક્ટ પૂર્ણ થઈ શક્યો નથી. ૨૦૧૮માં સિંધુદુર્ગમાંથી દેશની પ્રથમ સબમરીન પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી જે પણ હવે ઘોંચમાં પડ્યો છે. આ પ્રોજેક્ટમાં નિવતી રોક્સ નજીક સમુદ્રમાં પાણીની અંદરસૌંદર્ય નિહાળી શકવાની યોજના હતી. હવે આ પ્રોજેક્ટ ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે અને મહારાષ્ટ્રની સબમરીન ગુજરાતમાં દેખાશે તેવા સંકેતો મળી રહ્યા છે.

પ્રવાસન માટે સબમરીનનો ખ્યાલ ભારતના પ્રવાસન ક્ષેત્રમાં પ્રથમ વખત રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ માટે ૫૬ કરોડનું ભંડોળ મંજૂર કરવામાં આવ્યું હતું અને કેટલાક ભંડોળનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ સમયાંતરે બદલાતા પ્રધાનો બદલાતા સચિવો અને દર વર્ષે બદલાતા પ્રવાસન વિભાગના મેનેજિંગ ડાયરેક્ટરની મૂંઝવણના કારણે સિંધુદુર્ગનો સબમરીન પ્રોજેક્ટ અંધાધૂંધીમાં લપેટાઈ ગયો છે. સબમરીન પ્રોજેક્ટના કારણે જિલ્લાનું નામ પ્રવાસન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ ઊંચું થયું હોત અને જિલ્લાના અન્ય દરિયાકાંઠે પ્રવાસન વધવા લાગ્યું હોત. આ પ્રોજેક્ટ માટે કોન્સેપ્ટ, રિપોર્ટ અને ફંડની જોગવાઈ કરવામાં આવી હોવા છતાં કેમ ઘોંચમાં પડ્યો તેનો જવાબ કોણ આપશે? જિલ્લાના પાલક પ્રધાન રવિન્દ્ર ચવ્હાણ તેમની મહેનત માટે જાણીતા છે અને તાજેતરમાં નેવી ડેને સફળ બનાવ્યો હતો. સાથે જ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે પણ બોલ્ડ નિર્ણયો લેવા માટે પ્રખ્યાત છે. જો આ બંને સિંધુદુર્ગના સબમરીન પ્રોજેક્ટ પર ધ્યાન આપે તો પ્રોજેક્ટ આગળ વધી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker